ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ બીજી ઇનિંગની શરૂઆત કરી,સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી - વરસાદી માહોલ

મહીસાગરઃ મહીસાગર પંથકમાં  વરસાદી માહોલ છવાઇ ગયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં અમુક જગ્યાએ ધીમીધારે તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ખેત વિસ્તારમાં અચાનક ખાબકેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેથી ખેતીકામમાં લાગેલા ખેડૂતોને કામ બંધ કરવાની ફરજ પડી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 31, 2019, 6:45 AM IST

મહીસાગર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પર વાતાવરણ ધુમ્મસ વાળુ બન્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જોકે, હજુ પણ આવનાર સમયમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ પર છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં મેઘરાજા એ બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને સમગ્ર જિલ્લામાં ધીમી ધારે અવરિત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જિલ્લાવાસીઓને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે અને જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મહીસાગર પંથકમાં વરસાદી માહોલ

મહીસાગર જિલ્લાના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વીરપુર તાલુકામાં 1 મીમી, ખાનપુર તાલુકામાં 8 મીમી, બાલાસિનોર તાલુકામાં 0 મીમી, લુણાવાડા તાલુકામાં 4 મીમી, સંતરામપુર તાલુકામાં 5 મીમી અને કડાણા તાલુકામાં 0 મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મૌસમનો સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 251 મીમી, વીરપુર તાલુકામાં 190 મીમી, ખાનપુર તાલુકામાં 141 મીમી, સંતરામપુર તાલુકામાં 182 મીમી, લુણાવાડા તાલુકામાં 146 મીમી અને સૌથી ઓછો વરસાદ કડાણા તાલુકામાં 136 મીમી સાથે સમગ્ર જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 748 મીમી વરસ્યો છે.

કડાણા ડેમની કુલ સપાટી 419 ફૂટ થઇ ગઇ છે, હાલની સપાટી 392 નોંધાઈ છે. જ્યારે ડેમમાં આવક 1430 ક્યુસેક છે અને જાવક 5650 ક્યુસેક છે. કડાણાના ડાબા કાંઠા કેનાલમાં 500 ક્યુસેક અને જમણા કાંઠા કેનાલમાં 50 ક્યુસેક પાણીનો જથ્થો છે. 5100 ક્યુસેક પાણી પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કરવા છોડવામાં આવી રહ્યું છે. જેમાં એક યુનિટ કાર્યરત છે. સમગ્ર જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Intro:
મહીસાગર પંથકમાં પણ હવે મેઘોના મંડાણ થયા છે. ગઈ કાલે વહેલી સવારથી જ મહીસાગર પંથકમાં વરસાદી માહોલ
છવાઇ ગયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી અમુક જગ્યાએ ધીમીધારે તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી
રહ્યો છે. સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર ઉપરાંત અન્ય
તાલુકાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ખેત વિસ્તારમાં અચાનક ખાબકેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ
ગયા હતા જેથી ખેતીકામમાં લાગેલા ખેડૂતોને કામ બંધ કરવાની ફરજ પડી હતી.
Body: જિલ્લામાં પડી રહેલા વરસાદ કારણે રસ્તાઓ પર વાતાવરણ ધુમ્મસ વાળું બન્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની
આગાહી કરવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જોકે, હજુ પણ આવનાર સમયમાં
જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં
ગઇકાલથી મેઘરાજા એ બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને સમગ્ર જિલ્લામાં ધીમી ધારે અવરિત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જિલ્લાવાસીઓને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે અને જિલ્લાના
ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Conclusion: મહીસાગર જિલ્લાના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વીરપુર તાલુકામાં 1 મીમી, ખાનપુર તાલુકામાં 8 મીમી,
બાલાસિનોર તાલુકામાં 0 મીમી, લુણાવાડા તાલુકામાં 4 મીમી, સંતરામપુર તાલુકામાં 5 મીમી અને કડાણા તાલુકામાં 0
મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મોસમનો સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 251 મીમી, વીરપુર તાલુકામાં
190 મીમી, ખાનપુર તાલુકામાં 141 મીમી, સંતરામપુર તાલુકામાં 182 મીમી, લુણાવાડા તાલુકામાં 146 મીમી અને સૌથી ઓછો વરસાદ કડાણા તાલુકામાં 136 મીમી સાથે સમગ્ર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 748 મીમી વરસ્યો છે. કડાણા
ડેમની કુલ સપાટી 419 ફૂટ છે, હાલની સપાટી 392 નોંધાઈ છે. જ્યારે ડેમમાં આવક 1430 ક્યુસેક છે અને જાવક 5650
ક્યુસેક છે. કડાણાના ડાબા કાંઠા કેનાલમાં 500 ક્યુસેક અને જમણા કાંઠા કેનાલમાં 50 ક્યુસેક પાણી જથ્થો છે. 5100 ક્યુસેક પાણી પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કરવા છોડવામાં આવી રહ્યું છે. જેમાં એક યુનિટ કાર્યરત છે. સમગ્ર જિલ્લામાં ક્યાંક
ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.