થોડા સમય પહેલાં ડીટવાસ શાળામાં પણ અન્ય સરકારી શાળાઓની જેમ લબાડ વ્યવસ્થા જોવા મળતી હતી. પણ મોહમ્મદ હુસૈનના આચાર્ય પદ સંભાળ્યા બાદ શાળાની વ્યવસ્થામાં સુધારો થયો. વિદ્યાર્થીઓની પ્રાથમિક સુવિધાથી લઈને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ધીરે- ધીરે શાળાના સંચાલનમાં પરિવર્તન આવ્યું જેને શાળાને પ્રગતિ પંથે આગળ ધપાવી છે. શાળામાં સીસીટીવી કેમેરા શાળાનું મોનિટરિંગ કર્યુ. ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓને સરળતાથી ભણી શકે તે માટે શાળામાં ડિજિટલ વર્ગ વ્યવસ્થા કરી.આમ, એક સરકારી શાળામાં સુચારુ સંચાલન કરીને ગરીબ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપ્યું.
હાલ આ શાળા વિદ્યાર્થીઓના ડ્રેસકોડને લઈ ચર્ચામાં છે. શાળાના આચાર્ય મોહમ્મદ હુસૈને વિદ્યાર્થીઓનો ગણવેશ ભગવા રંગનો રાખ્યો છે. ભારતીય સંસ્કૃતિના આ રંગનો ઉપયોગ એક મુસ્લિમે બાળકોની સુરક્ષા માટે કર્યો છે. જે ખેરખર સરહાનીય કાર્ય છે. આજના કટ્ટરવાદી હિન્દુ સંસ્કૃતિની વિચારધારા ધરાવતા સમાજમાં મોહમ્મદ હુસૈનની કામગીરી પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓનો ડ્રેસકોડ પહેલાં વાદળી રંગનો હતો. જેને શાળાના વ્યવસ્થાપન સમિતિ અને શાળાના આચાર્યએ બદલીને ભગવા-કેસરી રંગનો કર્યો છે.
ડ્રેસનો રંગ બદલવાનું મુખ્ય કારણ બાળકોની સુરક્ષા હતી. કારણ કે, ડીટવાસ સરકારી પ્રાથમિક શાળા બે મકાનો વિભાજીત છે. શાળાના બે બહુમાળી બિલ્ડીંગની વચ્ચેથી રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) પસાર થાય છે. શાળામાં અભ્યાસ કરી રહેલાં 359 વિદ્યાર્થીઓ એક બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડિંગમાં વારંવાર આવાજા કરતા હોય છે. શાળામાં રિસેસ દરમિયાન બાળકોને રોડ ક્રોસ કરીને જવું પડે છે. તેવામાં ડ્રેસ કોડ વાદળી રંગનો હોવાથી વાહનચાલકોને બાળકો દેખાતા નહોતા. જેથી ગંભીર અકસ્માત સર્જાવવાની ભીતિ સર્જાતી હતી. આ કારણે શાળા દ્વારા ડ્રેસકોડ બદલીને ભગવો કરવામાં આવ્યો છે. આ રંગ દુરથી આવતા વાહનચાલકોને સરળતાથી દેખાશે અને અકસ્માત થતાં અટકાવી શકાશે.
શાળાના મેનેજમેન્ટને ભગવા રંગને પસંદ કરવા બાબતે જણાવ્યું હતું કે, "તમે ઘણી વાર જોયું હશે કે બચાવ કામગીરી કરતાં NDRFના કર્મચારીઓ, હાઈવે-રોડ ઉપર રસ્તો બનાવનાર કામદારો અથવા તો રસ્તાનું સમારકામ કરનાર કામદારો કેસરી ભગવા રંગના જેકેટ પહેરે છે. દૂર-દૂરથી ચાલીને યાત્રા કરનાર સંઘના પદયાત્રીઓ પણ ભગવો રંગ વધુ પસંદ કરે છે . જેથી દૂરથી આવનાર વાહનચાલકને કામ ન કરનાર વ્યક્તિઓ અથવા તો પદયાત્રીઓને સરળતાથી જોઇ શકે જેના કારણે રોડ અકસ્માત થતાં નથી."