ETV Bharat / state

મહીસાગરના સકલીયા ગામની અર્ચી માટે national child health program બન્યો આશીર્વાદરૂપ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સકલીયા ગામમાં ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા પરીવારની છ વર્ષની બાળકીનું લાખોના ખર્ચે થતું જન્મજાત બધિરતા માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન national child health program અંતર્ગત નિઃશુલ્ક થતા અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી થઇ જતા પરીવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 11, 2021, 3:04 PM IST

  • આંગણવાડી તપાસ દરમિયાન જન્મજાત બધિરતાનું માલુમ પડ્યું
  • જન્મજાત બધિરતા માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન નિઃશુલ્ક થતા નિલેશભાઇના પરીવારમાં ખુશી
  • તજજ્ઞો દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન કરવાની માટેની સલાહ અપાઈ

મહીસાગર : બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હર હંમેશાં તત્પર રહે છે, ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે. એવા જ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સકલીયા ગામમાં ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા પરીવારની છ વર્ષની બાળકીનું લાખોના ખર્ચે થતું જન્મજાત બધિરતા માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન national child health program અંતર્ગત નિઃશુલ્ક થતા અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી થઇ જતા પરીવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

મહીસાગર
મહીસાગર

national child health program અંતર્ગત ઓપરેશન થતા અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી થઇ

સકલીયા ગામના નિલેશભાઈ પટેલ જણાવે છે કે, તેઓ ખેતી કરીને પરીવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમને પરીવારમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી અર્ચીના જન્મ સમયે ઘરમાં ઘણોજ આનંદ હતો, પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે, તેમની દિકરીને જન્મજાત બધિરતા છે. તે જાણી અમને ઘણું જ દુઃખ થયું હતું.

મહીસાગર
મહીસાગર

સફળ ઓપરેશન કર્યા બાદ સ્પિચ થેરાપીના લેશન શરૂ કરાયા હતા

national child health programની ટીમ દ્વારા આંગણવાડી તપાસ દરમ્યાન જન્મજાત બધિરતા માલુમ પડતા 2018માં ગાંધીનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતાં, ત્યારે ત્યાંથી હિયરીંગ એડ્સ (સાંભળવાના સાધનો) આપવામાં આવ્યા હતા. RBSK ટીમના ડૉ. દત્તુ રાવલ, ડૉ. કોમલ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ સંજય પ્રજાપતિ, ફિમેલ હેલ્થ વર્કર નુતન ખાંટ દ્વારા અર્ચીના આરોગ્યની તપાસ અર્થે ગૃહ મુલાકાત લેતા તેને ફરી રીફર કરવાની જરૂર જણાતા તજજ્ઞો દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન કરવાની માટેની સલાહ આપતા 12મી ફેબ્રુઆરી 2021ના રોજ સફળ ઓપરેશન કર્યા બાદ સ્પિચ થેરાપીના લેશન શરૂ કરવામાં આવ્યા હતા. તેને બોલતી જોઇ પરીવારના સભ્યોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હાલમાં બાળકી અર્ચીના સાંભળવા અને બોલવામાં સારૂ પરીવર્તન જોવા મળ્યું છે.

મહીસાગર
મહીસાગર

આ પણ વાંચો : પંચમહાલમાં 300 જેટલા વૃક્ષોની રોપણી કરતા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ

ખાનગી હોસ્પિટલમાં અંદાજે દસ લાખના ખર્ચે થતું (cochlear implant)નું ઓપરેશન નિઃશુલ્ક

નિલેશભાઇ વધુમાં જણાવે છે કે, સરકારના આરોગ્ય વિભાગ ધ્વારા ચાલતા શાળા આરોગ્ય- national child health program અંતર્ગત અમને લાભ મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે દસ લાખના ખર્ચે થતું કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના નિઃશુલ્ક થતા તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકાર થકી આ આરોગ્ય સેવા મળી તે બદલ હું સરકારનો ઋણી છું. શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ન હોત તો મારી આ બાળકીને આજીવન આ જન્મજાત ખામી સહન કરવી પડતી. જેના વિચાર માત્રથી મારું હ્દય કંપી ઉઠે છે, પરંતુ આ કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારુ જીવન જીવી શકશે.

આ પણ વાંચો : જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી

પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી

સરકારની આ યોજનાથી મારી અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી સ્વસ્થ જીવન જીવી રહી છે. તે માટે હું સંવેદનશીલ રાજ્ય સરકારનો અને national child health programના સભ્યોનો હૃદય પૂર્વક આભાર માનું છું તથા ભવિષ્યમાં અમારા જેવા અનેક લાભાર્થીઓ માટે આ યોજના આશાનું કિરણ બને તેવી શુભેચ્છા પાઠવું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.