ETV Bharat / state

MAHISAGAR: ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના નામે છેતરપિંડી કરતા 7 શખ્સ લુણાવાડા પોલીસના હાથે ઝડપાયા - ક્રાઈમ એન્ડ કરપ્શન કન્ટ્રોલ એસોશિએશનના નામે છેતરપીંડી

મહીસાગર (MAHISAGAR)જિલ્લાના લુણાવાડા(lunawada) ખાતે પેટ્રોલિંગ કરતા સમયે પોલીસે ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન(Crime and Corruption Control Association)ના નામે છેતરપિંડી (Fraud)કરતા દેવગઢ બારીયા(Devgadh Baria)ના 7 શ્ખ્સને ઝડપી પાડ્યા છે.

ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના નામે છેતરપિંડી કરતા 7 શખ્સ લુણાવાડા પોલીસના હાથે ઝડપાયા

author img

By

Published : Jul 7, 2021, 12:18 PM IST

  • છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 7 શખ્સ પોલીસના હાથે ઝડપાયા
  • આરોપીઓ પાસેથી નકલી ઓળખકાર્ડ મળી આવ્યા
  • પુછપરછમાં ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનમાંથી આવતા હોવાનું જણાવ્યું
  • ગાડી પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસોસિએશનનું બોર્ડ લગાવ્યું હતું

મહીસાગરઃ લુણાવાડા(lunawada) ખાતે પેટ્રોલિંગ કરતી પોલીસે એક ઇકોકારને ઉભી રાખીને તેમાં બેઠેલા શખ્સની પુછપરછ કરતા ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન(Crime and Corruption Control Association)માંથી આવીએ છે અને આરોપીની તપાસ કરવાની છે તેમ પોલીસને જણાવતા લુણાવાડા પોલીસને શંકા જતા શખ્સની પુછપરછ કરતા તેમની પાસેથી આધાર પુરાવો કે પોલીસની મદદ નહી મેળવેલી હોવાથી સરકારી માણસ હોવાનો ખોટો સ્વાંગ રચ્યો હોવાનુ સામે આવ્યુ હતું. આથી લુણાવાડા (lunawada)પોલીસે ઇકોકારમાં બેઠેલા 7 જેટલા શખ્સની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 7 આરોપી ઝડપાયા

શંકાસ્પદ કારમાં બેઠેલા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર(MAHISAGAR) જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન(lunawada Police Station)ની ટીમ નગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે લુણેશ્વર ચોકડી પાસે એક શંકાસ્પદ કારમાં બેઠેલા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી. તેમાંથી તેઓએ એક ઓળખકાર્ડ આપીને જણાવ્યુ હતુ કે, અમે ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન(Crime and Corruption Control Association)માંથી આવીએ છે.

ગાડી પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસોસિએશનનું બોર્ડ લગાવ્યું હતું

દેવગઢ બારીયા(Devgadh Baria) પોલીસ સ્ટેશનમાં એક ગુનાના આરોપી વિજયભાઈ રમેશભાઈ વાઘરી, જે લુણાવાડાના વાઘરી વાસમાં રહે છે. ત્યાંનું લોકેશન મળ્યુ હોવાથી તેમને પકડવા માટે આવ્યા છે, તેમ કહીને FIRની નકલ પોલીસને બતાવી હતી. તેઓએ ગાડી પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસોસિએશન(Crime and Corruption Control Association)નું બોર્ડ લગાવ્યું હતું તેમજ પોલીસની લાઠી અને ઓળખપત્ર રાખ્યું હતું.

તમામ શખ્સ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે

વધુમાં આ બાબતે આરોપીને પકડવા માટે કોઈ મંજૂરી તેમજ પોલીસની મદદ નહી મેળવી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. પોતે સરકારી માણસ ન હોવા છતાં ખોટો સ્વાંગ રચીને ઓળખપત્ર રાખ્યા હોવાનો ગુનો કર્યો હોવાથી લુણાવાડા પોલીસે(lunawada Police) સાતેય આરોપીઓની અટકાયત કરી જરૂરી મુદ્દામાલ કબજે કરીને તેમની સામે 170 તેમજ 171 કલમ મુજબ ફરિયાદ નોધી હતી. આ તમામ શખ્સ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા(Devgadh Baria) ના હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના યુવાનને 47 હજારમાં પડ્યો એક પિઝા, છેલ્લા 15 દિવસમાં જ ચાર લોકો સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી

લુણાવાડા પોલીસે અટકાયત કરેલા સાત આરોપીઓના નામ

  • ફારૂક અબ્દુલા કાળુ, કાપડી ફળિયુ દેવગઢ બારીયા
  • ઈમરાન યુસુફ ખાન પઠાણ, દેવગઢ બારીયા પીઠામાં
  • ખીલજી ઈસ્તીયાક અસ્પાક, ધાનપુર રોડ દેવગઢ બારીયા
  • અસરફ સાદીક શેખ, દેવગઢ બારીયા પીઠામાં
  • રીઝવાન અહેમદભાઈ હયાત, દેવગઢ બારીયા
  • સાજીદ ઐયુબ પટેલ, દેવગઢ બારીયા
  • રહીમખાન મનસુખખાન પઠાણ, (ડ્રાઈવર), ધાનપુર રોડ દેવગઠ બારીયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.