મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પાંચસો બાવન વર્ષ પુરાણું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે. જ્યાં પાંચસો બાવન વર્ષથી નોખી રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનુંના ચુમાલિસમાં મહારાજા સિદ્ધરાજ સિંહ લુણાવાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ રાજગોર દ્વારા કરાવડાવી ચોસઠ જોગણી કુંભનું જવારા પર સ્થાપન કર્યું હતું.
અહીંયા વાવવામાં આવતા જવારા જોવા માટે નવરાત્રીના દિવસોમાં દૂર દૂર થી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, ભુવનેશ્વરી માતાના મંદિરમાં નવરાત્રી દરમ્યાન વાવવામાં આવતા જવારા જેવા જવારા બીજી કોઈ જગ્યાએ વાવવામાં આવતાં નથી.