ETV Bharat / state

ઈકોઝોનના વિરોધમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં, સાસણમાં ખેડૂત સભા યોજી ઘડી નવી રણનીતિ - PROTEST ON ECO ZONE

ઈકોઝોનને લઈને સાસણમાં ખેડૂતોની સભા અને વિરોધ રેલી યોજાઈ, બાદમાં સાસણ વન વિભાગને આવેદનપત્ર આપીને ખેડૂતોએ ઈકોઝોનનો કાયદો સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરી છે.

ઈકોઝોનના વિરોધમાં સાસણમાં ખેડૂત સભા યોજાઈ
ઈકોઝોનના વિરોધમાં સાસણમાં ખેડૂત સભા યોજાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 7:37 PM IST

જુનાગઢ: ઈકોઝોનના નોટિફિકેશનની વાંધા અરજી માટેના આજના અંતિમ દિવસે સાસણ ખાતે ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને અસરગ્રસ્ત 196 જેટલા ગામોના ખેડૂતો દ્વારા ખેડૂત સભા વિરોધ રેલી બાદ સાસણ વન વિભાગને આવેદનપત્ર આપીને કાયદો સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. આવતી કાલથી ખેડૂતોની વાંધા અરજી બાદ કેન્દ્ર સરકાર ઈકોઝોનના કાયદાને લઈને કોઈ અંતિમ નોટિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરવા આગળ પણ વધી શકે છે.

ઈકોઝોનના વિરુદ્ધમાં સાસણ ખાતે ખેડૂતોનો વિરોધ: 18મી સપ્ટેમ્બરના દિવસે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જુનાગઢ અમરેલી અને સોમનાથ જિલ્લાને સાંકળતા 196 જેટલા ગામોમાં ઇકોઝોનની અમલવારીને લઈને નોટિફિકેશન જાહેર કરતું સરકારનુ નોટિફિકેશન બહાર પડતાં જ ખેડૂતો ગામ લોકો અને વિરોધ પક્ષમાં સમગ્ર ઇકોઝના કાયદાને લઈને ભારે વિરોધ વંટોળ પણ શરૂ થયો હતો.

ઈકોઝોનના વિરોધમાં સાસણમાં ખેડૂતોની સરકાર સામે નવી રણનીતિ (Etv Bharat Gujarat)

ખેડૂતોએ માંડ્યો સરકાર સામે મોરચો: છેલ્લાં 90 દિવસો દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં વિરોધ લડત અને આંદોલનના પણ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા, ત્યારે આજે ખેડૂતો દ્વારા ઈકોઝોનના વિરુદ્ધમાં વાંધા અરજી રજૂ કરવાના અંતિમ દિવસે ખેડૂતોએ સાસણ ખાતે વિશાળ ખેડૂત સભા અને ટ્રેક્ટર રેલી કરીને ઈકોઝોનનો કાયદો કેન્દ્રની સરકાર પરત ખેંચે તેવી માંગ કરી છે.

ખેડૂતો અને આગેવાનો દ્વારા જાહેર કરાયો કાર્યક્રમ: ઈકોઝોન કાયદા વિરુદ્ધ ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા આજે આગામી રણનીતિના કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લાં 90 દિવસથી જે લડાઈ માર્ગો પર અને ગામડામાં જોવા મળે છે તેને હવે કાયદાકી રીતે પણ આવતીકાલ (મંગળવાર) લડવાની શરૂઆત થશે. વધુમાં કેન્દ્ર સરકાર કાયદો પરત ન કરે તેવી સ્થિતિમાં વર્તમાન સરકારોની વિરુદ્ધમાં ખેડૂતો અને અસરગ્રસ્ત ગામડાઓ મતદાન કરશે તે માટે ખેડૂતો વિશેષ આંદોલન પણ શરૂ કરશે.

ખેડૂતો અને ગામલોકો લડી લેવાના મૂડમાં: ઈકોઝોનનો કાયદો રદ થાય તેના સમર્થનમાં સમગ્ર મેંદરડા તાલુકાના સરપંચો પદ પરથી રાજીનામું આપીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ સિવાય વન વિભાગ દ્વારા પરમિટથી જે સિંહ દર્શન સફારી કરાવવામાં આવે છે, તેને પણ ખેડૂતો રોકવા માટે રણનીતિ બનાવી રહ્યા છે. વધુમાં વન વિભાગ દ્વારા જે કામો કરાઈ રહ્યા છે, તેમાં જાહેર માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી માગીને ગામ લોકો અને સમગ્ર રાજ્યની સામે વન વિભાગની અનિયમિતતા ખુલ્લી કરવામાં આવે તેવા નિર્ણયો પણ આજની ખેડૂત સભામાં કરવામાં આવ્યા છે.

  1. ધારીમાં 15 ગામના ખેડૂતોએ ઈકો ઝોન હટાવવાની માગ સાથે આપ્યું આવેદન
  2. ઇકો સેન્સેટિવ ઝોનના વિરુદ્ધમાં ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે! - junagadh news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.