ETV Bharat / state

લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા કરનારો આરોપી 5 જ દિવસમાં ઝડપાયો - ગોલાના પાલ્લા ગામ

મહીસાગર જિલ્લા (Mahisagar District)ના લુણાવાડામાં (Lunawada) આવેલા ગોલાના પાલ્લા ગામમાં (Gola na Palla Village) ભાજપના કારોબારી સભ્યની હત્યા (Assassination of BJP executive member)ના મામલાનો ભેદ હવે ઉકેલાયો છે. આ સાથે જ મહીસાગર જિલ્લા પોલીસ વડા અને પોલીસની ટીમે 5 દિવસની મહેનત પછી મોટી સફળતા મેળવી છે. પોલીસે હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે.

લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા કરનારો આરોપી 5 જ દિવસમાં ઝડપાયો

author img

By

Published : Aug 10, 2021, 3:15 PM IST

  • ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા (Murder of BJP executive member and his wife)નો ભેદ ઉકેલાયો
  • મુખ્યપ્રધાન (CM), ગૃહપ્રધાન (Home Minister) સહિત પ્રદેશ અધ્યક્ષે (State President) તપાસના આદેશ આપ્યા હતા
  • આરોપી ભીખા પટેલે (Accused Bhikha Patel) ત્રિભુવનદાસ પંચાલ (Tribhuvandas Panchal) અને તેમના પત્નીની હત્યા કરી હતી
  • આરોપીએ 20,000 રૂપિયાની લેવડદેવડમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું
  • પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામમાં ભાજપના કારોબારી સભ્યની હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને પોલીસ ટીમની 5 દિવસની મહેનત બાદ તેમને મોટી સફળતા મળી છે. લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય ત્રિભુવન પંચાલ અને તેમની પત્નીની હત્યા થઈ હતી. તેમના ગામનાં નજીકના મિત્ર ભીખા પટેલે પૈસાની લેવડદેવડ મામલે આ બંનેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન સહિત પ્રદેશ અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા હતા

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભીખા પટેલે ત્રિભુવનદાસ પંચાલ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. મહીસાગર જિલ્લા પોલીસે આરોપીને ઘટનાસ્થળ લઈ જઈ રિયાલિટી ચેક કરી ખુલાસો કર્યો હતો. ભીખા પટેલે ત્રિભુવનદાસ પંચાલનો મોબાઈલ લઈને તેમનાં જ ઘરમાં સંતાડ્યો હોવાની પણ કબૂલાત કરી છે.

આ પણ વાંચો- અસામાજિક તત્વો બન્યા બેફામ, અમરાઈવાડીમાં હત્યા કરનાર શખ્સે જ આપ્યો લૂંટને અંજામ

6 દિવસમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, લુણાવાડા (Lunawada) તાલુકાના ગોલાના પાલ્લા ગામમાં ડબલ મર્ડર (Double Murder) કરનારો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. ગોલાના પાલ્લા ગામમાં ભાજપના નેતાની હત્યા મામલે મુખ્યપ્રધાન (CM), ગૃહપ્રધાન (Home Ministe) સહિત પ્રદેશ અધ્યક્ષે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્રિભુવન પંચાલ અને તેમની પત્નીની હત્યા તેમનાં ગામના નજીકના મિત્ર ભીખાભાઈ પટેલે કરપીણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આજે 6 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલી પોલીસે હત્યાના આરોપી ભીખા ધુલા પટેલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- MURDER CASE: ભરૂચમાં પતિએ ગ્લુકોઝ બોટલમાં સાયનાઈડ નાખીને પત્નીની કરી હત્યા

પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિયાલિટી ચેક કર્યું

પોલીસની તપાસમાં પૈસાની લેવડદેવડ મામલે તેમ જ વહેમના આધારે હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ભીખા પટેલને મર્ડર કઈ રીતે કર્યું તેનું રિયાલિટી ચેક કરવા ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને પૂછપરછ કરી હતી. આરોપી ભીખા પટેલે ત્રિભુવનદાસ પંચાલનો મોબાઈલ લઈને તેમનાં જ ઘરમાં સંતાડ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે ત્રિભુવન પંચાલનો મોબાઈલ તેમ જ હથિયાર કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.