આ બેઠક પહેલા પણ યોજવામાં આવેલ બેઠકની કાર્યવાહી નોંધ લેવામાં આવી હતી. એપ્રિલ 2019માં બાળશ્રમિકોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના જુના તળાવ ગામના ભીંડી તલાવડી ખાતે ચાલતા ઇંટ ભઠ્ઠામાં બાળ મજુરો બાબતે મળેલ ફરીયાદ બાબતના તપાસ અહેવાલ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નેશનલ ચાઇલ્ડ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત, D.Y.S.P. ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મલીક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.