ETV Bharat / state

મહિલાના પેટમાં સોજો આવતા સર્જરી કરવી પડી, ઓપરેશનમાં પેટમાંથી 9 કિલોની ગાંઠ નીકળી

સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાની સંનિષ્ઠ કામગીરી બજાવીને રહ્યા હોવાનો કિસ્સો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબો નર્સિંગ સ્ટાફની આરોગ્ય ટીમે કોરોના મહામારી વચ્ચે પડકારજનક સર્જરી કરવામાં સફળતા પ્રાપ્‍ત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્‍યો છે.

મહિલાના પેટમાં સોજો આવતા સર્જરી કરવી પડી, ઓપરેશનમાં પેટમાંથી 9 કિલોની ગાંઠ નીકળી
મહિલાના પેટમાં સોજો આવતા સર્જરી કરવી પડી, ઓપરેશનમાં પેટમાંથી 9 કિલોની ગાંઠ નીકળી
author img

By

Published : May 30, 2021, 8:42 PM IST

  • મહિલાના પેટમાંથી 9 કીલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી
  • પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
  • હોસ્‍પિટલના તબીબોએ સર્જરી કરી મહિલાને નવજીવન બક્ષ્‍યું

લુણાવાડા: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામના મહિલા દર્દી સુમિત્રાબેન પારસિંગભાઈ ચરપોટને 27 મે ના રોજ લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ મહિલાને દાખલ કરવામાં આવ્‍યા બાદ તેણીની પ્રાથમિક તપાસ કરવામાં આવતાં મહિલાના પેટમાં 'મ્‍યુસેનીસ સિસ્‍ટેડીનોમા' પ્રકારની ગાંઠ હોવાનું જણાઇ આવતાં તેમની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. તેમાંય કોરોનાની મહામારીના આ કપરા સમયમાં ગાંઠનું પડકારજનક ઓપરેશન કરવાનો પડકાર તબીબો માટે હતો, પરંતુ જનરલ હોસ્‍પિટલના તબીબોએ હાર ન માનતાં કોઇપણ ભોગે આ મહિલાનું ઓપરેશન કરીને તેને નવજીવન બક્ષવાનો સંકલ્‍પ કરી લીધો હતો.

મહિલાના પેટમાંથી નિકાળવામાં આવેલી ગાંઠ
મહિલાના પેટમાંથી નિકાળવામાં આવેલી ગાંઠ

લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી

આ સંકલ્‍પને સાકાર કરવા લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબો ડૉ. પાર્થ પટેલ, ડૉ. કિંજલ પટેલ, ડૉ. શ્વેતા પટેલ, ડૉ. અમિત ટેઇલર, સ્‍ટાફ નર્સ કલ્‍પનાબેન પ્રણામી સહિતની આરોગ્‍ય ટીમે આ પડકારજનક ઓપરેશન કરવાનો નિર્ણય લઇ લીધો. ઓપરેશન કરવાનો નિર્ણય લીધા બાદ સૌ પ્રથમ મહિલાનું ઓપરેશન કરતાં પહેલાં તેણીના લોહીની જરૂરિયાત પૂર્ણ કરી 29 મે ના રોજ આ પડકારજનર ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી કરીને મહિલાને નવજીવન બક્ષ્‍યુ હતું.

હોસ્પિટલની ટીમ સાથે દર્દી
હોસ્પિટલની ટીમ સાથે દર્દી

41 x 26 x 6 સે.મી. સાઇઝની 9 કિલો વજનની ગાંઠ હતી

આ મહિલાના ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાંથી 41 x 26 x 6 સે.મી. સાઇઝની 9 કિલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. મહિલાના પેટમાંથી આ બહાર કાઢવામાં આવી હતી. ગાંઠને વધુ તપાસ અર્થે હિસ્‍ટોપેથોલોજી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે. આ મહિલા દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરીને મહિલાને નવજીવન મળતાં મહિલા દર્દીના ભાઇ નારસિંગભાઇએ સરકારી હોસ્‍પિટલની સેવા, સુવિધા અને તબીબોની ટીમની જહેમત અને તેમની સમજાવટ અને સલાહ-સૂચનના કારણે આજે મારી બહેનને નવજીવન મળ્યું હોવાનું જણાવી તબીબો પ્રત્યે આભારની લાગણી વ્‍યકત કરીને સરકારી હોસ્‍પિટલમાં ઉત્તમ અને રાહતરૂપ આરોગ્‍ય સુવિધાઓ મળતાં અમારા જેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હોવાનું કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.