બાલાસિનોરમાં રોગચારાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, વાઈરલ ફીવર, શરદી, ઉધરસ, જેવા રોગોનાં દર્દીઓ સારવાર હેઠળ બાલાસિનોરની KMG હોસ્પિટલમાં દાખલ છે. જેમાં હાલમાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુનાં 30 જેટલા કેસ નોંધાયા છે અને 10 જેટલા કેસ બાલાસિનોરની KMG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
ડેન્ગ્યુનાં કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, આ મુદ્દે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા સહિત સ્થાનિક આરોગ્ય તંત્રની નિષ્ફળતાના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યાં છે.