ETV Bharat / state

મહીસાગરના મધવાસમાં મનરેગા યોજના હેઠળ 220 શ્રમિકોને ઘરઆંગણે રોજગારી - કોરના વાઈરસ મહિસાગર ન્યૂઝ

કોરના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબો માટો રોજગારીનો સ્ત્રોત બંધ થઈ જતાં તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું ભારે પડ્યું છે. જેથી સરકાર દ્વારા તેમના માટે મનરેગા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે.

મહીસાગરના મધવાસ ગામે મનરેગા યોજના અંતર્ગત 220 શ્રમિકોને ઘરઆંગણે મળી રોજગારી

author img

By

Published : May 14, 2020, 12:01 AM IST

લુણાવાડાઃ કોરોના વાઈરસને કારણે ઉદ્ભવેલી વિકટ પરીસ્થિતિ અને લોકડાઉનના કપરા સમયમાં રોજગારી, ખેત મજૂરી કરી રોજનું રળી જીવન નિર્વાહ ચલાવતા પરિવારો માટે રોજગારીના તમામ સ્ત્રોત બંધ થઇ જતાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેથી આવા પરિવારો માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાનાં કામો શરૂ કરવા માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે, જેને ધ્યાને લઇ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રોજિદીં કમાણી પર જીવન ગુજરાન ચલાવનાર પરિવારોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે મનરેગાના કામોની રાજ્યમાં શરૂઆત કરી છે.

મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના 590 કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જેમાં 286 કામો જળ સંચય, જળ સંરક્ષણ તેમજ 304 પીએમએવાય અને અન્ય માળખાકીય કામો શરૂ કરવામાં આવ્યાં છે. જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે મનરેગા હેઠળ તળાવ ઉંડુ કરવાની જળસંચયની કામગીરીમાં રોજગારી મેળવનાર મોહનભાઇ પગીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં કોઇ રોજગારી ન હતી. અમારું જીવન ગુજરાન મુશ્કેલ બન્યું હતું તેવા સમયે અમારા ગામમાં તળાવ ઉંડું કરવાની કામગીરી શરૂ થતા અમને ઘર આંગણે રોજગારી મળી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અહીં સામાજિક અંતર જાળવી માસ્ક પહેરી કામગીરી કરીએ છીએ. અમારા માટે સરકાર દ્વારા આરોગ્ય ચકાસણીની તેમજ સેનીટાઇઝર અને શુદ્ધ પીવાના પાણીની વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. કપરા સમયમાં રોજગારી આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.