- ચાણક્ય ગ્રુપે વ્હાઈટ કોર્ટ સેરેમનીનું કર્યું આયોજન
- વિવિધ સંસ્થાઓ સાથે સાઈન કરાયા MOU
- વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને તબીબી સેવાઓમાં અપાશે રાહત
કચ્છ: ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના પ્રથમ વર્ષ 2020-2024 બેચના વિદ્યાર્થીઓએ વ્હાઈટ કોર્ટ સેરેમની 2021 તથા MOU સાયનિંગ ઈવેન્ટના સંયુક્ત ઉપક્રમે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનવર્સિટીના કુલપતિ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.રાજેશ બસિયા, શ્રી બીદડા સર્વોદયા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા અને જાણીતા ઓર્થોપેડીક ડો. રશ્મિ શાહ, સંદીપ દોશી,વાઈસ ચેરમેન અને શ્રી પંકજભાઈ મેહતા, મેનેજીંગ ટ્રસ્ટી સાથે સંસ્થાના પાયોનિયર શ્રી મહેન્દ્રભાઈ ચોથાણી, CEO મેહવિશ મેમણ અને આચાર્યશ્રી ડો. રાજકિરણ ટીકુ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
અમૂલ્ય કર્તવ્યનિષ્ઠાની જવાબદારીઓની પ્રતીતિ કરાવવામાં આવી
ફિઝિયોથેરાપીસ્ટની પદવી લેતા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ તેમના વ્યવસાયની ઓળખ સમાન વ્હાઈટ કોર્ટ આપી તેમની અમૂલ્ય કર્તવ્યનિષ્ઠાની જવાબદારીઓની પ્રતીતિ કરાવવામાં આવી હતી. જે અંતર્ગત ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને ખૂબ સારું ક્લીનિકલ એક્સપોઝર મળે એ માટે બંને પક્ષોએ સહમત થઈ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો: ભુજની લાલન કોલેજ ખાતે કાન્ત, કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય વિષય પર ઓનલાઇન રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
ફિઝીયોથેરાપીની વ્યવસ્થા સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવશે
આ MOU અંતર્ગત સંસ્થાના તમામ કર્મચારીઓને સમગ્ર વર્ષમાં ફૂલ બોડી ચેકઅપ, ડાયટ પ્લાન તથા બીમારીઓ માટે વિશેષ કાર્યલક્ષી કાળજી અને ફિઝીયોથેરાપીની વ્યવસ્થા સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવશે. આ ઉપરાંત ફિઝિયોથેરાપી કોલેજ અંતર્ગત થતાં વેબિનાર અને સેમિનારમાં પણ તેઓ નિ:શુલ્ક રીતે જોડાઈ શકશે. તથા સંસ્થાઓના તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓને તેમનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે પણ નિયમિત રીતે નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે અને ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપીની આ સેવાઓ બદલ સંસ્થાઓ પાસેથી ઇન્સ્ટિટ્યૂટે સહકાર પણ માંગ્યો હતો.
વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ MOU સાઈન કરી સમાજ કલ્યાણના મુદ્દાઓ હાથ ધર્યા
તમામ કર્મચારીઓની સંખ્યા અનુસાર વર્ષમાં એક વખત વૃક્ષારોપણ, વડીલો માટે કાર્ય કરતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25 પુસ્તકોની ભેટ, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ઓછામાં ઓછા 10 બાળકોને દત્તક લઈ તેમને માત્ર પોતાના અમૂલ્ય સમયમાંથી સમય ફાળવી સમય દાન દ્વારા સાથ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવો. તથા ચાણક્ય ગ્રુપના વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યારે ઇન્ટર્નશીપ પૂરી પાડવી. આ સિવાય એક સહકાર મરજીયાત ધોરણે રાખવામાં આવ્યું છે જે અંતર્ગત સરકારી કન્યા શાળામાં સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. MOUના આવા સમાજલક્ષી મુદ્દાઓએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું
ચાણક્ય ગ્રુપે સાથ-સહકાર આપતી 10 સંસ્થાઓ કે જેણે આ MOUના મુદ્દાઓ સમજી અને સ્વીકાર્યા એવા આ બંને પક્ષોએ સમાજ માટે નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટે અદાણી ગ્રૂપ સંચાલિત અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ વિભાગ સાથે પણ MOU કર્યા હતા જે અંતર્ગત ધોરણ 11થી કોલેજ કક્ષા સુધીના ચાણક્ય ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટ સરકાર માન્ય સર્ટીફીકેટ કોર્સ કરાવવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ ચાણક્ય ટ્રસ્ટ ભોગવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિઝીયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ હની તીર્થાની અને મનીષા કન્નરે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ફિઝીયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓની કોર કમિટીમાં સામેલ જાડેજા અદિતિબા ,સોની માનવ, પટેલ જાનવી, ખોજા અલ્મીના, શાહ ધૃતિ, ગોર સ્વેની નો તથા સમગ્ર સ્ટાફગણનો મેનેજમેન્ટ બોર્ડએ આભાર માની સાથે આનંદની લાગણી વ્યક્ત કરી ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો: ભુજ સહજાનંદ કોલેજ વિવાદ બાબતે કચ્છ યુનિવર્સિટીએ શોકોઝ નોટીસ પાઠવી