- 1,700 મેટ્રીક ટન કોલસો ભરેલા બાર્જની જળસમાધિ
- 5 કૂ મેમ્બરોને બચાવી લેવાયાં
- કોઈ નુકસાન થયું નથી: પોર્ટના PRO
કચ્છ: તુણાના આઉટર બોયા નજીક દરીયામાંથી MV ગોલ્ડન એનેસ્ટેસીયા નામના કાર્ગો જહાજમાંથી રીષી શિપીંગનું રીષી-1 નામનું બાર્જ 1,700 મેટ્રીક ટન કોલસો ભરીને કંડલાની કાગ જેટી 6-7-8 વચ્ચે બોયા નંબર-2 ખાતે અનલોડ થવા આવી રહ્યું હતું. દરીયામાં કોઈક કારણોસર બાર્જમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતાં તેમાં પાણી ભરાવા માંડ્યા હતા.
તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયાં
પોર્ટના સિગ્નલ સ્ટેશનના VHF પર બાર્જના ક્રૂ મેમ્બરોએ સવારે SOS (સેવ અવર સૉલ)નો સંદેશો પાઠવતાં પોર્ટ દ્વારા તુરંત સન ફ્લાવર સ્ટાર નામની રેફ્યુ ટગ રવાના કરાઈ હતી. તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયાં હતા. દરમિયાન કોલસા ભરેલાં બાર્જે સંપૂર્ણ જળસમાધિ લઈ લીધી હતી.
આ પણ વાંચો: સુએઝ કેનાલમાંથી આખરે બહાર નિકળી શક્યુ માલવાહક જહાજ
દુર્ઘટનાને લઈને અનેક સવાલો
સમુદ્રમાં મહાકાય માલવાહક જહાજો વિવિધ ટેકનિકલ કારણોસર બંદર સુધી આવી શકે તેમ ન હોઈ બાર્જ મારફતે તેમાં રહેલો માલ બંદરો પર લોડ-અનલોડ કરાતો હોય છે. 1,700 મેટ્રીક ટન કોલસા ભરેલા બાર્જ જળસમાધિ લઈ લેતાં ગંભીર સમુદ્રી પ્રદૂષણ સહિતના સવાલો સર્જાયાં છે. દુર્ઘટના કેવી રીતે ઘટી, બાર્જ કેટલાં વર્ષ જૂનું હતું, નિયમિત મેઈન્ટેનન્સ થતું હતું કે કેમ તે સહિતના અનેક સવાલો ઉભા થયાં છે.
આ પણ વાંચો: ભારે પવનના કારણે 2000 ટનની ક્ષમતા વાળુ જહાજ પોરબંદર ચોપાટી પર તણાઇ આવ્યું
કોઈ નુકસાન થયું નથી:પોર્ટના PRO
દુર્ઘટના અંગે પોર્ટના PRO ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, ગતરાત્રે 11:25ના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. ઓઈલ લીકેજ કે અન્ય કોઈ જાતનું નુકસાન થયું નથી. રીષી શિપીંગને સનફલાવર નામના ટગ દ્વારા કિનારા સુધી ખેંચી લાવવામાં આવ્યું હતું. પોર્ટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી.