ETV Bharat / state

ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટમાં વીજ ઉત્પાદનનો રેકોર્ડ - ઉકાઈ ડેમનું વીજ ઉત્પાદન 50 વર્ષનો રેકોર્ડ

દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને 50 (Ukai Dam 50 years) વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ (hydro power unit on ukai dam)દ્વારા ઓગસ્ટ-2022માં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ (power generation record) નોંધાયો છે.

ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટમાં વીજ ઉત્પાદનનો રેકોર્ડ

author img

By

Published : Sep 1, 2022, 4:34 PM IST

અમદાવાદ દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને 50 (Ukai Dam 50 years) વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનું (power generation record) રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના જળ સંપત્તિ પ્રધાન ઋષિકેશ પટેલે આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશિતાનું પરિણામ જણાવીને તમામ નાગરિકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી છે.

ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટમાં વીજ ઉત્પાદનનો રેકોર્ડ
ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટમાં વીજ ઉત્પાદનનો રેકોર્ડ

યુનિટોનું સંચાલન વીજ વિભાગ મળતી માહિતી મુજબ આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ 300 મેગાવોટના (75 મેગાવોટ x 4 = 300 મેગાવોટ) હાઈડ્રો પાવર તેમજ જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ (2.5 મેગાવોટ x 2= 5 મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.

વીજ ઉત્પાદન ચાલુ ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન (power generation in gujarat) માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી (hydro power unit on ukai dam) દેવામાં આવી હતી. તેમજ આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો ઉકાઈ ડેમના દરવાજા ખોલાતા તાપી નદી વહેવા લાગી બન્ને કાંઠે

પુરના પાણીથી નુકસાન સિંચાઈ વિભાગના શિરે વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદનની સાથે સાથે પુર નિયંત્રણ તેમજ સુરત શહેરને પુરના પાણીથી કોઈ નુકસાન ન થાય તે માટે ઉકાઈ બંધમાંથી 2 લાખ ક્યુસેક્સ કરતાં વધુ પાણી નહીં છોડવાની જવાબદારી હતી. ડેમના રૂલ લેવલ પણ જાળવવાના થતાં હતાં. ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. તેમજ ઉકાઈ બંધમાં ઈન્ફ્લો 3 લાખ 60 હજાર ક્યુસેક (Ukai Bandh Hydropower Electricity Generation) કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફલો 1 લાખ 85 હજાર ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે.

પચાસ વર્ષનો રેકોર્ડ મહત્તમ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન તેમજ હેઠવાસમાં સુરત શહેરને ધ્યાને લઈ વ્યવહારૂ દુરંદેશી અભિગમ અપનાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીઓ તથા સેન્ટ્રલ વોટર કમિશન તરફથી સંભવિત આપવામાં આવી હતી. પાણીના આવરા અને સાથોસાથ બંધ સલામતીને પણ ધ્યાને રાખી જરૂરિયાત ઉભી થયેલી રૂલ લેવલ કરતાં વધારે લેવલ સુધી પાણી સંગ્રહિત કરી હતી‌. આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા માહે ઓગસ્ટ 2022માં 224 મિલિયન યુનિટ હાઈડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલું છે. જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા પચાસ વર્ષમાં આ એક રેકોર્ડ છે.

આ પણ વાંચો સુરતના ઉકાઇ ડેમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું

વીજ ઉત્પાદન કેટલું ચાલુ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અમૃત વર્ષે આ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ઓગસ્ટ 2013માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું. આમ, સિંચાઈ વિભાગ અને વીજ વિભાગના વહીવટી સંકલન અને કુશળતાના પરિણામ સ્વરૂપ આ રેકર્ડ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન થયું છે. (ઓગસ્ટ 2022માં વીજ ઉત્પાદન અંદાજે રકમ 224 મિલિયન યુનિટ x રૂ. 3.50 પ્રતિ યુનિટ = 7840 લાખ) ચાલુ ચોમાસા દરમિયાન કુલ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન 318.38 મિલિયન યુનિટ અંદાજીત રકમ 11143 લાખ) Ukai Dam power 50 years Record

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.