- ભુજમાં બે દિવસ અગાઉ થયેલી ચોરીના આરોપીઓ ઝડપાયા
- પોલીસે ચોરીનો માલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી
- દંપતિ અને કિશોર સહિત ત્રણની અટકાયત કરાઈ
કચ્છઃ જિલ્લાના ભુજના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલયની પાછળ આવેલા કાપડના વેપારીઓની દુકાનમાંથી બે દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ શહેરની A ડિવિઝન પોલીસે ઉકેલ્યો હતો. આ ચોરીમાં સામેલ દંપતિ તથા એક કિશોર પાસેથી ચોરાયેલો માલ કબ્જે કરી અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ
25 હજારના કપડાની ચોરી થઈ હોવાની ફરિયાદ
બે દિવસ અગાઉ ભુજના સ્ટેશન રોડ પર આવેલી કાપડની દુકાન મંગલા હેન્ડીક્રાફ્ટના સ્ટોર રૂમમાંથી 25 હજારના કપડાની ચોરી થઈ ગઈ હતી. દુકાન માલિક દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કિશોર વયના છોકરા સાથે મળીને દંપતિએ ચોરીને આપ્યો અંજામ
એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સરવા મંડપ વિસ્તારમાં જઈને એક કિશોર વયના છોકરાને પકડ્યો હતો, આ કિશોર વયના છોકરાની પૂછપરધ કરવામાં આવી હતી. જેમાં છોકરાએ કેશિયો દેવીપૂજક અને તેની પત્નિ નર્મદા સાથે મળીને ચોરી કરી હોવાનું કબુલ્યુ હતું.
આ પણ વાંચોઃ કચ્છમાં ઓઇલ ચોરીનો કિસ્સો આવ્યો સામે, 2 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો
આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ
આ ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ અંગે વધુ તપાસ કરતા આરોપી નર્મદાએ ચોરીનો માલ ઘરમાં જ રાખ્યો હતો જે કાઢીને પોલીસને આપ્યો હતો. પોલીસે ચોરાયેલો માલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.