- કચ્છ જિલ્લામાં 4,480 લોકોએ કુપોષણ દૂર કરવા પ્રતિજ્ઞા લીધ
- કિશોરીઓ અને સગર્ભા તથા ધાત્રી બહેનોને કુપોષણ મુક્ત કરવાનો માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો
- ICDS દ્વારા આરોગ્ય ચેક અપથી લઈને ન્યુટ્રીગાર્ડન માટે પ્રોત્સાહિત કરવા જેવી કામગીરી હાથ ધરાઈ
કચ્છ (નખત્રાણા) : જિલ્લાના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કુપોષણ મુક્ત સ્વસ્થ અને સશક્ત બનાવવા તેમજ પોષણ માસ દરમિયાન દરેક ઘર સુધી પોષણનો સંદેશો પહોંચાડવા પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પોષણ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાની અંદર ઇનોવેશન પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓ સગર્ભા અને ધાત્રી બહેનોને કઈ રીતે કુપોષણ મુક્ત કરી શકાય તે માટે આઇસીડીએસ વિભાગ દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકારના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકાને પસંદ કરવામાં આવ્યો છે.
નખત્રાણા તાલુકાની 115 આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસ નિમિતે કાર્ય કરાયું
નખત્રાણા તાલુકાની 115 આંગણવાડી કેન્દ્ર પસંદ કરવામાં આવ્યા હતા અને પોષણ માસમાં લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી ને લાભાર્થીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું તથા લાભાર્થીઓને ક્યા પ્રકારનો ખોરાક લેવાની આદત છે, તે જાણવામાં આવ્યું હતું અને તેમને કઈ રીતે પ્રોત્સાહિત કરીને તેમનું આરોગ્ય સ્તર ઊંચું લાવી શકાય તેવું કાર્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મહીસાગરમાં પોષણ તોરણ બનાવી પોષણ માહની ઉજવણી
હિમોગ્લોબીન કેમ વધારી શકાય તેને ધ્યાનમાં રાખીને ઇનોવેશન પાયલટ પ્રોજેક્ટ મંજૂર
આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા આરોગ્યને ધ્યાનમાં લઇને દવાઓ તો લાભાર્થીઓને અપાય જ છે. ઉપરાંત સારવાર કરીને હિમોગ્લોબીન કેમ વધારી શકાય તેને ધ્યાનમાં રાખીને ઇનોવેશન પાયલટ પ્રોજેક્ટ મંજૂર થયો હતો. આ પ્રોજેક્ટમાં ખેતીવાડી શાખા પશુપાલન શાખા આરોગ્ય શાખા અને પંચાયત શાખા નો પણ સહાય મળ્યો છે તેવું ICDS ના પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણે જણાવ્યું હતું.
ન્યુટ્રીગાર્ડનમાં ઉત્પાદિત થયેલા શાકભાજીઓનું લાભાર્થીઓને વિતરણ કરાયું
આઇ.સી.ડી.એસ.યોજના આંગણવાડી કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરીને ન્યુટ્રીગાર્ડન બનાવવામાં આવ્યું હતુ. આંગણવાડી કેન્દ્રમાં દુધી, ટમેટા, રિંગણા, પાલક જેવી શાકભાજીનું વાવેતર કરી અને નિયમિત 70 જેટલી નિયમિત બહેનો અને લાભાર્થીઓ ના ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ન્યુટ્રિગાર્ડનમાં ઉત્પાદિત થયેલા શાકભાજીઓનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ રસોઈ બનાવે ત્યારે શાકભાજીનો ઉપયોગ કરીને પૂરક પોષણ મેળવે છે.
આ પણ વાંચો: પોરબંદરમાં કુપોષિત બાળકી માટે માતા-પિતાએ સરકાર પાસે માગી મદદ
અદાણી મેડિકલ કોલેજ ટીમ દ્વારા મોનિટરીંગ પણ કરવામાં આવ્યું
આ ઉપરાંત આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા સરકાર મારફતે થર્ડ પાર્ટી મોનિટરીંગ પણ કરવામાં આવ્યું કે, ખરેખર ICDS વિભાગે એનેમિયા મુક્ત કરવા માટે 115 આંગણવાડી કેન્દ્ર પર લાભાર્થીઓ માટે કામગીરી કરી તેનાથી શું ફાયદો થયો તે માટે અદાણી મેડિકલ કોલેજ ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના હિમોગ્લોબીન ટેસ્ટ કરીને જાણવામાં આવ્યું કે, કુપોષણ દૂર કરવું હોય તો માત્ર દવાઓ જ પૂરક નથી.
કુપોષણ નાબુદ કરવા અપાઈ સલાહ
દવાઓની સાથોસાથ લોખંડના વાસણમાં રસોઈ બનાવી જોઈએ અને સાથે ન્યુટ્રી ગાર્ડન માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ તથા આંગણવાડી કેન્દ્ર ખાતે THR (TAKE HOME RATION) ના પેકેટ આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી લાભાર્થીઓને પૂરતો પોષક તત્વો મળે અને ખરેખર એનેમિયા અને કુપોષણને નાબુદ થાય.