ETV Bharat / state

પાણીપત્ર વિવાદઃ યુ ટર્નનો સવાલ જ નથી, હવે તો એક જ મંત્ર ‘નર્મદે સર્વદે કચ્છને ગૌરવ દે’: તારાચંદ છેડા - તારાચંદ છેડા

પત્ર વિવાદના જન્મદાતા કચ્છના ભાજપના પીઢ આગેવાન અને પુર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ આજે બુધવારે વધુ એક નિવેદન આપ્યું છે. વાંચો સમગ્ર સમાચાર...

તારાચંદ છેડા
તારાચંદ છેડા
author img

By

Published : Jun 3, 2020, 8:04 PM IST

કચ્છ: કચ્છમાં નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે પોતાના જ પક્ષ, પોતાની જ ભાજપની વિજય રૂપાણીની સરકાર સામે બાંયો ચડાવનાર અને પત્ર વિવાદના જન્મદાતા બનેલા કચ્છ ભાજપના પીઢ આગેવાન અને પુર્વ રાજ્યપ્રધાન તારાચંદ છેડાએ આજે બુધવારે વધુ એક નિવેદન આપ્યું છે. સાથે જણાવ્યું છે કે, આ મુદ્દે કોઈ યુ ટર્ન માર્યો નથી. હવે તો એક જ મંત્ર છે, નમર્દે સર્વદે કચ્છને ગૌરવ દે.

તારાચંદ છેડાએ પોતાના પ્રથમ પત્ર વડે દેશના વડાપ્રધાનને રજૂઆત કરતા સમયે રાજકીય ઈચ્છા શકિત ન હોવાનુ જણાવ્યું હતું. આ મુદ્દે ભાજપના નેતાઓ નારાજ થયા હતા. કચ્છ ભાજપના મોટાભાગના લોકોએ છેડાના નિવેદનથી દુખ વ્યકત કર્યું છે. ભૂજના ઘારાસભ્ય ડૉ. નિમાબેને તો કહ્યું કે છેડા એ ખોટું કર્યું તેઓ સીએમને મળી શક્યા હોત ત્યાં સુધીનું નિવેદન આપ્યું છે.

કચ્છીમંત્રી વાસણભાઈએ આ વિવાદને પોતાના માધ્યમોથી દુર રાખ્યા છે અને અંગ્રેજી ભાષાના જાણકાર નેતાજીએ માત્ર નો કોમેન્ટ કહ્યું છે. આ વિવાદ વકરતા કોંગ્રેસે પણ ટાપશી પુરાવી લીધી છે ત્યારે છેડાએ ગઈકાલે દોષનો ટોપલો તંત્રના અધિકારીઓની ઈચ્છાશકિત પર મૂકયો હતો. આજે બુધવારે તેમણે નવું નિવેદન બહાર પાડ્યું હતું.

તારાચંદ છેડાએ નર્મદા સિંચાઇ માટે લખ્યો પત્ર

છેડાની એક યાદીમાં જણાવાયું છે કે, યુ ટર્ન લગાવવાનો કોઈ સવાલ જ નથી. માધ્યમોમાં યુ ટર્ન શબ્દ મારા માટે આશ્ચર્યજનક છે. વડાપ્રધાન મોદીએ 17 દિવસમાં નમર્દાની વર્ષોથી અટકેલી ફાઈલને મંજૂરી આપી દીધી હતી. આનંદીબેનની સરકારે બે વર્ષનું કામ ચાર મહિનામાં પુરી કરાવી લીધું તેને ઈચ્છાશકિત કહેવાય. હાલની રાજ્ય સરકારે 1200 કરોડ ફાળવ્યા છે તેમાં કામ અટેકલું છે તેથી તંત્રના અધિકારીઓની ઈચ્છાશકિતનો અભાવ છે તેમ હું કહેવા માંગતો હતો.

તંત્રના અધિકારીઓ કામ નહીં કરે ત્યાં સુધી સરકારની ઈચ્છાશકિત અર્થહિન છે. તેથી જ વડાપ્રધાન મોદીને પત્ર લખવો પડ્યો છે. કારણ કે, ઈચ્છા અને શકિત સાથે મળશે તો જ કામ થશે. કચ્છના નર્મદાનો પાણી પ્રાણપ્રશ્ન છે. તેથી આ મુદ્દે યુ ટર્નનો કોઈ સવાલ નથી. હવે માત્ર એક જ મંત્ર છે નમર્દે સર્વદે કચ્છને ગૌરવ દે.

જો કે છેડાના પ્રથમ પત્રમાં સ્પષ્ટ રીતે રાજકીય ઈચ્છાશકિત શબ્દનો ઉપયોગ કરાયો હતો. આ પછી ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં પણ તેમણે પક્ષના બંંધન વગર જરૂરી મુદ્દે આગળ આવીને નૈતિકતા નિભાવી છે તેમ જણાવ્યું હતું. ગઈકાલે અખબારીમાં યાદીમાં તેમણે તંત્રના અધિકારીઓ પર દોષનો ટોપલો મૂક્યો હતો. આજે ફરી તેમણે તંત્રના અધિકારીઓને જ જવાબદાર ગણ્યા છે, અને કહ્યું છે કે, યુ ટર્નનો કોઈ સવાલ જ નથી. આમ 'પત્ર પાણી' વિવાદ ઘેરો બન્યો હોય અને તેની મોટી અસર ઉભી થઈ હોય તેવુ જાણકારો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.