બરોબર 8 વાગીને 4 મિનિટે ચંદ્ર સૂર્યની કોર પાસે આવ્યો. તેવો ગ્રહણનો પ્રારંભ થયો હતો. 9 ને 18 મિનિટે સૌથી વધુ ગ્રહણ જોવા મળ્યું, ત્યારે સૂર્યનો 69 ટકા ભાગ ઢંકાઈ ગયો હતો. ત્યાર બાદ ચંદ્ર ધીમે ધીમે હટવાનું શરૂ થતાં 10ને છેતાલીસ મિનિટે ગ્રહણ પૂર્ણ થયું હતું.
વિશાળ 10 ઇંચના ટેલીસ્કોપથી પ્રત્યક્ષ દર્શન, નાના ટેલિસ્કોપથી તથા દૂરબીનથી પ્રતિબિંબ દર્શન, તથા પિનહોલ કેમેરાથી ગ્રહણની સ્થિતિનું અનેક પ્રતિબિંબોથી નિદર્શન કરાવવામાં આવેલ હતું તથા ગ્રહણ જોવા માટેનાં ખાસ ચશ્માથી સૂર્ય દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેનો કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો અને રણ ઉત્સવ માણવા આવેલા પ્રવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ખગોળવીદ નરેન્દ્ર ગોર સાગરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમજ પ્રશ્નોત્તરીના જવાબો આપ્યા હતા.
સન 2010 પછી સૂર્ય ગ્રહણની પ્રથમ ઘટના બનતી હોઈ અનેક વિદ્યાર્થીઓ માટે જીવનનું પ્રથમ સંભારણું બની રહ્યું હતું. કોલેજના ડિપાર્ટમેન્ટ હેડ પ્રો. અનિલભાઈ ગોર, પ્રિન્સિપાલ સી. એસ ઝાલા સાહેબ, ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ વ્યવસ્થા સાંભળી હતી. સ્ટારગેઝિંગ ઇન્ડિયાના નિશાંત ગોર, કિશન સોલંકી, સાગર ભોઇયા, દયારામ જાણસારી વગેરેએ સહયોગ આપી ગ્રહણની ફોટોગ્રાફી તથા ટેલિસ્કોપનું સંચાલન કરેલ હતું.