ETV Bharat / state

કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો 'પડ્યા ઉપર પાટુ' - Winter crops

કચ્છ: અહીંના ખેડૂતો પર આ વર્ષે મેઘરાજા જરુર કરતાં વધારે મહેરબાન થયા છે. આજે વધુ એક વખત કમોસમી વરસાદની માર કચ્છના ખેડૂતો પર પડી છે. ખેડૂતો માટે ચિંતા, લોકો માટે આરોગ્યનો ખતરો અને શિયાળામાં વાતાવરણને વધુ ઠંડુ કરનારા કમોસમી વરસાદે કચ્છના માંડવી, અબડાસા, ખાવડા અને વાગ પંથકમાં ક્યાંક ઝરમર ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો.

kutch rain
કચ્છના ખેડુતોને મેઘરાજાની વધુ એક માર
author img

By

Published : Dec 13, 2019, 4:22 AM IST

રાજસ્થાનમાં સર્જાયેલાં સાયક્લોનિક એર સરક્યુલેશનના કારણે ગત રાત્રીથી કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માંડવી અને અબડાસાની દરિયાઈ પટ્ટીથી શરુ થયેલું માવઠું વાગડ સુધી પહોંચ્યું હતું. જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. આજે સવારે માંડવી સહિતના આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. માંડવીના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. સાથે જ ખાવડા અને આસપાસના ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટા વરસ્યાં હતાં.

કચ્છમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના પગલે લઘુત્તમ તાપમાનનો પારો 17થી 18 ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યો હતો. આ વર્ષે વરસાદ ખેડુતો માટે આફત બનીને આવ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ભારે નુકશાન થયાના સમાચાર મળી રહયા છે. રતળિયાના સરપંચે જણાવ્યું હતું કે, અહીં 1થી દોઢ ઈંચ જેટલા પડેલા વરસાદ અને કરા પડવાને કારણે 145 મકાનોના નળીયા તૂટી ગયા હતા.

કચ્છના ખેડુતોને મેઘરાજાની વધુ એક માર

સરપંચના જણાવ્યા મુજબ અતિશય વરસાદને કારણે લોકોમાં રોગચાળાનું સંકટ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, દુષ્કાળ અને અછતમાંથી ઉગર્યા તો લીલો દુકાળ આવ્યો. તેમાંથી બહાર આવ્યા તો કમોસમી વરસાદ આવ્યો. હવે શિયાળુ પાક લેવા તરફ આગળ વધ્યા તો આજે ફરી કમોસમી વરસાદે ખેડુતોને મુશ્કેલીમાં મુક્યા છે. આ કમોસમી વરસાદથી જીરું, એરંડા, ઘઉં અને રાયડાના વાવેતરને નુકસાન થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ ખરીફ પાકના તૈયાર મોલને નુકસાન થવાનું અનુમાન છે. ખાસ કરીને કપાસની ગુણવત્તાને અસર થવાની શંકા સેવાઈ રહી છે. વાગડ પંથકમાં જીરૂના પાકમાં રોગાચાળાની શકયતા ઉભી થઈ છે. જોકે જ્યાં રવિપાકની વાવણી ચાલુ છે અને પ્રાથમિક તબક્કામાં છે ત્યાં ખાસ નુકસાનની શક્યતા નથી.

Intro:Body:

kutch

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.