કચ્છ: કચ્છમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં (Increase corona cases in Kutch) વધારો થઈ રહ્યો છે છતાં પણ રણોત્સવમાં પ્રવાસીઓની (No reduction in number tourists in Ranotsav) સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ન્યુઆરી મહિનાના 20 દિવસોમાં 38,335 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કચ્છના સૌથી પ્રખ્યાત સફેદ રણમાં હજુ પણ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે.
નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કચ્છમાં પ્રવાસીઓની આવક શરૂ
કચ્છ જિલ્લામાં નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કચ્છમાં પ્રવાસીઓની આવક શરૂ થાય છે. નવેમ્બર મહિનાથી દિવાળી જેવા તહેવારો અને રજાઓ ઉપરાંત પ્રખ્યાત રણોત્સવનો પણ પ્રારંભ થાય છે.
ચાર મહિના રણોત્સવ ચાલે છે
કચ્છના વિશાળ સફેદ રણમાં 1લી નવેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધી ચાર મહિના રણોત્સવ ચાલે છે. અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં કોરોનાના નિયમો કડક થતાં કચ્છમાં હજુ પણ કોઈ ખાસ બંધનો નથી ત્યારે હજારો લોકો કચ્છ ફરવા પધારી રહ્યા છે.
કોરોના કેસો વધી રહ્યા છે જેની સામે પ્રવાસીઓની સંખ્યા વધી
ત્રીજી લહેરના પરિણામે કચ્છમાં રોજના કેસ (Increase corona cases in Kutch) વધી રહ્યા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ 1223 કેસો એક્ટિવ છે. છતાં કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે.
કોરોના મહામારીમાં કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ગત વર્ષે પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહી હતી પણ આ વર્ષે કોરોનાના કેસો ઓછા હતાં અને મોટા ભાગના લોકોનું રસીકરણ થઈ ગયું હોવાથી પ્રવાસીઓ ફરી પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે.
ભારતીય પ્રવાસીઓ સારી સંખ્યામાં ઉમટ્યા
રણોત્સવમાં ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવેલ લોકડાઉન થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા હતા પણ આ વર્ષે ફરી પ્રવાસીઓ દેખાયા છે. જો કે હજુ આંતરાષ્ટ્રીય ફ્લાઇટ પહેલાની જેમ શરૂ ન થતાં આંતરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહી છે. પણ આ વર્ષે ભારતીય પ્રવાસીઓ સારી સંખ્યામાં ઉમટ્યા છે.
2.5 મહિનામાં 1.48 લાખ મુસાફરોએ કચ્છના સફેદ રણની લીધી મુલાકાત
ગત વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી કુલ 1.34 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે નવેમ્બરથી શરુ થયેલા રણોત્સવમાં અત્યાર સુધી 2.5 મહિનામાં 1,48,930 લોકો મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર મહિનામાં કુલ 60,960 લોકોએ રણોત્સવની મુલાકાત લીધી હતી જ્યારે કે ડિસેમ્બર મહિનામાં 49,635 લોકો સફેદ રણ જોવા ઉમટ્યા હતા.
કેસ વધી રહ્યા છે છતાં પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ઘટાડો નહીં
કચ્છ જિલ્લામાં નવા વર્ષની શરૂઆતથી જ કોરોનાનો કહેર વધ્યો છે. દરરોજ કેસો વધી રહ્યા છે છતાં પણ પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.
16 ડિસેમ્બરથી 31મી ડીસેમ્બર સુધીમાં કુલ 37,429 લોકોએ સફેદ રણની મુલાકાત લીધી
16 ડિસેમ્બરથી 31મી ડીસેમ્બર સુધીમાં કુલ 37,429 લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે 1લી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધીમાં પણ 38,335 લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી તેવું ભુજ ગ્રામ્ય મામલતદાર વી. એચ. બારહટે જણાવ્યું હતું.
આ પણ વાંચો:
Kutch Rann Utsav 2021:રણોત્સવમાં ફુલ મૂન નાઈટનો નજારો જોઈ પ્રવાસીઓ થયા મોહિત
કચ્છ રણોત્સવ: પ્રવાસીઓને આવકારવા સફેદ રણ સજજ, જોકે કોરોનાને પગલે સતાવાર આયોજન નહીં