કચ્છઃ કોરોના મહામારી કોવીડ-19ની વ્યવસ્થાપન અંતર્ગત જાહેર થયેલ રાષ્ટ્રીય માર્ગદર્શિકામાં જાહેર અને કામના સ્થળે પ્રતિબંધાત્મક આદેશો ફરમાવામાં આવ્યા છે. જે પૈકી કચ્છ જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ પ્રવીણા ડી.કે એ જિલ્લાવાસીઓને તેનો અમલ કરવા આદેશ કર્યો છે. જિલ્લામાં તમામ પ્રકારના જાહેર સ્થળો તથા કામના સ્થળોએ દરેક વ્યકિતઓએ ફરજીયાત ફેસ કવર (માસ્ક, રૂમાલ, દુપટ્ટો વગેરે) પહેરવાનું રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ કામના સ્થળો, જાહેર સ્થળો તથા વાહન વ્યવહારોના સબંધિત આધિકારીઓએ તમામ વ્યકિતઓ દ્વારા સોશિયલ ડિસ્ટંન્સનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
કોઇપણ સંસ્થા, મેનેજર દ્વારા જાહેર સ્થળો પર પાંચ કે, તેથી વધુ વ્યકિતોઓને ભેગા થવા દેવાનું રહેશે નહીં. વિવાહ તથા અંતિમવિધિ જેવા સામાજિક પ્રસંગોએ થતાં મેળાવળાનું નિયમન જિલ્લા કલેકટર કચેરીએથી નિયત કરવામાં આવશે. જાહેર સ્થળો પર થૂકવું દંડને પાત્ર ગુનો બનશે. માદક પિણા, ગુટકા, તમાકુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તથા થૂંકવા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
આ આદેશ મુજબ તમામ કામના સ્થળો પર ટેમ્પરેચર સ્ક્રીનીંગની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની રહેશે તથા જરૂરી જગ્યાઓ પર સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે. સોશિયલ ડીસ્ટંન્સીંગના સુચારૂ પાલન માટે કામના સ્થળો પર બે શીફટ વચ્ચે એક કલાકનો ગેપ રાખવાનો રહેશે તથા કર્મચારીઓ માટે તબક્કાવાર લંચ બ્રેકની વ્યવસ્થા કરવાની રહેશે. 65 વર્ષથી વધુ ઉમરવાળા વ્યકિતઓ તથા સહ રોગિતાવાળા વ્યકિતો તથા ૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોના માવતરને ઘરેથી જ કામ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે. ખાનગી તથા જાહેર બંને ક્ષેત્રના કર્મચારીને ‘‘આરોગ્ય સેતુ’’ એપ્લીકેશનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે. તમામ સંસ્થાનો,સંગઠનોએ બે શીફટ વચ્ચેના સમયગાળા દરમિયાન કામના સ્થળને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાનો રહેશે. મોટી બેઠકો, મેળાવડા યોજવા પર હાલ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તેમ તંત્રની યાદીમાં જણાવાયું હતું.