ભુજઃ કચ્છના અબડાસા મુન્દ્રા પંથકમાં વિવિધ કંપનીઓના શ્રમિકોને આરોગ્ય ચકાસણી અને તેના પ્રમાણ પત્ર સાથે સામાજિક અંતરમા સહિતની ચોક્કસ માર્ગદર્શિકાને અનુસરીને તંત્રએ રેલવે સ્ટેશન પર પહોંચાડ્યા હતા. અહીં એક પછી એક તમામ શ્રમિકોને ટ્રેનના ડબ્બામાં બેસાડી દેવાયા હતા અને આ ટ્રેનને પ્રસ્થાન કરાવાયું હતું.
ઉત્તર પ્રદેશના વિવિધ રાજ્યોના શ્રમિકો કચ્છમાં વિવિધ કંપનીઓના કામ માટે લોકડાઉન પહેલા જ પહોંચ્યા હતા, પરંતુ લોકડાઉન અમલીકરણ સાથે જ તેઓ અહીં અટવાઈ ગયા હતા, કચ્છના તંત્ર અટવાયેલા પ્રવાસીઓની યાદી તૈયાર કરી હતી જેમાં સાત હજારથી વધુ લોકોના નામ સ્પષ્ટ થયા હતા.
આ યાદીના આધારે બુધવારના રોજ 1100 જેટલા શ્રમિકોને આ ટ્રેનનો લાભ અપાવવા આવ્યો હતો. આ ટ્રેન વડે પોતાના વતન જવા રવાના થયેલ આ શ્રમિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને તંત્રનો આભાર માન્યો હતો. ખાસ તો પોતાના ઉત્તરપ્રદેશ સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનીને આ શ્રમિકોએ પોતાના વતન જવાની ખુશી વ્યક્ત કરી હતી.