ભુજ : ધારાસભ્ય નીમાબેન આચાર્યના લોકસંપર્ક કાર્યાલય ખાતે સખી મંડળની બહેનો દ્વારા કચ્છી કાપડ બાંધણીનો ઉપયોગ કરીને ડિઝાઇનર માસ્ક બનાવવાની કામગીરીને લઇ ETV BHARAT સાથે વાતચીત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભુજ જિલ્લાનું પાટનગર છે તેથી તેની જવાબદારી સૌથી વધુ છે. જિલ્લાનું વહીવટી તંત્ર-પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર ખૂબ જ કઠિન પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યું છે.
ભુજના ધારાસભ્ય ડૉ.નિમાબેન આચાર્ય સાથે ETV BHARATની ખાસ વાતચીત - special conversation with MLA Dr. Nimaben Acharya
કચ્છમાં જ્યારે-જ્યારે પણ આફત આવી છે, ત્યારે કચ્છના તંત્ર અને કચ્છી માડુંઓએ સાથે મળીને આફતને અવસરમાં પલટાવી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ કચ્છનું તંત્ર અને કચ્છી પ્રજા સંકલન અને સાવચેતી સાથે યુદ્ધમાં જોડાયેલું છે. આગામી દિવસોમાં આ જ રીતે સૌ કોઈએ સાથે મળીને આ લડાઈમાં જીતવા માટે જાગૃત રહેવું પડશે તેવો અનુરોધ ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ TEV BHARAT સાથેની ખાસ વાતચીતમાં કર્યો હતો.
ભુજના ધારાસભ્ય ડૉ.નિમાબેન આચાર્ય સાથે ETV BHARATની ખાસ વાતચીત
ભુજ : ધારાસભ્ય નીમાબેન આચાર્યના લોકસંપર્ક કાર્યાલય ખાતે સખી મંડળની બહેનો દ્વારા કચ્છી કાપડ બાંધણીનો ઉપયોગ કરીને ડિઝાઇનર માસ્ક બનાવવાની કામગીરીને લઇ ETV BHARAT સાથે વાતચીત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભુજ જિલ્લાનું પાટનગર છે તેથી તેની જવાબદારી સૌથી વધુ છે. જિલ્લાનું વહીવટી તંત્ર-પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર ખૂબ જ કઠિન પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યું છે.
Last Updated : May 10, 2020, 3:32 PM IST