કચ્છ રાજ્યમાં ચૂંટણીને હવે માત્ર 2 મહિનાનો સમય બાકી છે. તેવામાં રાજકીય પક્ષોની (gujarat political news) સાથે સાથે ચૂંટણી તંત્ર પણ હરકતમાં (Election Commission in action) આવી ગયું છે.ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી (voter list reform) છે. દર રવિવારે આ માટે ખાસ ઝૂંબેશ પણ હાથ ધરાઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) 80 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી શુભેચ્છા પત્ર (greeting cards to senior citizen) પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
કચ્છ વિધાનસભા બેઠકો સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો, જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 બેઠક (kutch assembly seats) છે, જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુન્દ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ, તો વર્ષોથી કચ્છ છે. તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે 1 સીટ પર કૉંગ્રેસના ધારાસભ્ય છે.
હાલના ધારાસભ્યો ધારાસભ્ય ભૂજ મતવિસ્તાર ડૉ. નિમાબેન આચાર્ય (ભાજપ), ધારાસભ્ય અબડાસા મતવિસ્તાર પ્રદ્યુમનસિંહ જાડેજા (ભાજપ), ધારાસભ્ય માંડવી મુન્દ્રા મતવિસ્તાર વિરેન્દ્રસિંહ જાડેજા (ભાજપ), ધારાસભ્ય વાસણભાઈ આહીર (ભાજપ) અંજાર મત વિસ્તાર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (ભાજપ) ગાંધીધામ મતવિસ્તાર, ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા (કોંગ્રેસ) રાપર મતવિસ્તાર.
વિધાનસભા બેઠકો માટેના કુલ મતદારો કચ્છના ચૂંટણી વિભાગના (Election Commission in action) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી. કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો, જિલ્લાની તમામ વિધાનસભા સીટ માટે કુલ 16,13,286 મતદારો છે, જે પૈકી 8,34,491 પુરૂષ મતદારો છે જ્યારે 7,78,785 મહિલા મતદારો (kutch assembly seats) છે અને 10 અન્ય મતદારનો સમાવેશ થાય છે. મતદાર યાદી સુધારણા (voter list reform) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 58,896 નવા નામ, નામ કમી, સુધારણા વગેરે અંગેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો મનોજ સોરઠિયા પર હુમલા બાદ સુરતમાં 12માંથી 7 બેઠક પર AAP જીતશે, કેજરીવાલનો દાવો
ચૂંટણી પંચ અત્યારથી જ સક્રિય બન્યું જિલ્લાની 6 સહિત રાજ્યની 182 વિધાનસભા બેઠકો (kutch assembly seats) પર આગામી સમયમાં ચૂંટણી યોજાશે. લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય (Election Commission in action) બન્યું છે. સિનિયર સિટીઝનો તેમાં પણ ખાસ કરીને 80 વર્ષથી વધુની ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ (greeting cards to senior citizen) શરૂ કરી દેવામાં આવી છે.
35,141ને મોકલાઈ રહ્યા છે શુભેચ્છા પત્ર ચૂંટણી પંચના આદેશાનુસાર, કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર નોંધાયેલા 80 વર્ષથી વધુની ઉંમરના 35,141 મતદારો મતદાન કરે તે માટે તેમને પત્ર લખવામાં આવી રહ્યા છે. આ પત્રમાં આવા મતદારો 50 વર્ષથી વધુ સમયથી મતદાન કરી રહ્યા છે. તે માટે તેઓને શુભેચ્છા પણ પાઠવાઈ રહી છે.
80 વર્ષથી વધુની ઉંમરના મતદારોને BLO મારફતે અપાય છે પત્ર આ બાબતે કચ્છના ચૂંટણી વિભાગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Election Commission in action) બી. કે. પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના આદેશ મુજબ કચ્છ જિલ્લામાં પણ 80 વર્ષથી વધુ ઉમરના 35,141 મતદારોને BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે પત્ર પાઠવાઈ રહ્યા છે.
આ પણ વાંચો કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ
વિનંતી પણ કરાય છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પત્રમાં આ સિનિયર સિટીઝન મતદારો ચૂંટણીમાં મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે તે માટે વિનંતી પણ કરાય છે. મતદાન મથકો પર વડીલો માટે તંત્ર દ્વારા ખાસ સેવા ઉપલબ્ધ કરાવાતી હોઈ મતદાનના દિવસે આ સેવાઓનો પણ લાભ લેવા અનુરોધ કરાઈ રહ્યો છે. તો જિલ્લાના 1,860 મતદાન મથકોએ નોંધાયેલા 80 વર્ષથી વધુની ઉંમરના મતદારોને BLO પત્ર પાઠવી રહ્યા છે.