ETV Bharat / state

'દારૂની નદીઓ વહી...' પૂર્વ કચ્છ પોલીસે કર્યો 2.30 કરોડથી વધુના દારૂનો નાશ - કચ્છ પોલીસ

રાજ્યમાં કડક દારૂબંધીના કાયદા વચ્ચે અવાર-નવાર મોટી માત્રામાં પકડાતા દારૂના જથ્થા સામે પોલીસ તથા સરકાર સામે પણ સવાલો ઉઠે છે. જોકે પોલીસની સમયસુચકતા અને આકરી કાર્યવાહીના પરિણામે અવાર-નવાર મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે ત્યારે કચ્છ પોલીસ વિભાગના જુદા-જુદા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપેલા કુલ 2.30 કરોડથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

પૂર્વ કચ્છ પોલીસે કર્યો 2.30 કરોડથી વધુના દારૂનો નાશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 10:59 AM IST

કચ્છ: રાજ્યમાં દારૂબંધીની વાતો તો મોટા પાયે થતી હોય છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે, ગુજરાતમાં દારૂની રેલમછેલ છેલ્લાં અનેક સમયથી થતી આવી રહી છે, અને તેના પુરાવાઓ આપતી અવાર-નવાર ભારે માત્રામાં ઝડપાતા દારૂની ઘટના સાર્થક કરે છે, અવાર-નવાર મોટી માત્રામાં પકડતા દારૂના જથ્થા સામે પોલીસ તથા સરકાર સામે પણ સવાલો ઉઠે છે. જોકે પોલીસની સમયસુચકતા અને આકરી કાર્યવાહીના પરિણામે અવાર-નવાર મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે ત્યારે કચ્છ પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપેલો કુલ 2.30 કરોડથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

પૂર્વ કચ્છ પોલીસે કર્યો 2.30 કરોડથી વધુના દારૂનો નાશ
પૂર્વ કચ્છ પોલીસે કર્યો 2.30 કરોડથી વધુના દારૂનો નાશ

2.30 કરોડથી વધુના દારૂનો નાશ: પૂર્વ કચ્છના 5 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદા-જુદા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છના શિણાય ગામના સીમાડે 2.30 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.

સરહદી જિલ્લા કચ્છમાં પણ દર વર્ષે કરોડો રૂપીયાના દારૂની રેલમછેલ થાય છે, અને ક્યારેક પકડાઇ પણ જાય છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 2.30 કરોડના દારૂના જથ્થાનો નાશ કર્યો છે, જો એ જથ્થો ઝડપાયો હતો, તો કેટલાંય લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદાં જુદા 5 પોલીસ મથકોએ જપ્ત કરેલ દારૂના જથ્થાનો નાશ કર્યો છે. પૂર્વ કચ્છન પોલીસ વિભાગના અંજાર, ગાંધીધામ એ અને બી ડિવિઝન, આદિપુર અને દુધઇ પોલીસની હદ્દમા પકડાયેલ દારૂનો આજે શિણાયના સિમાડે નાશ કરવામાં આવ્યો હતો.

ક્યા પોલીસે સ્ટેશને ઝડપ્યો કેટલો દારૂ?

  • અંજારમાંથી 92,99,864 ની કિંમતનો દારૂ ઝડપાયો
  • ગાંધીધામ એ ડિવિઝને 26,09,133ની કિંમતનો દારૂ ઝડપ્યો
  • ગાંધીધામ બી ડિવિઝને 89,45,900ની કિંમતનો દારૂ ઝડપ્યો
  • આદિપુર પોલીસ સ્ટેશને 7,01,180ની કિંમતનો દારૂ ઝડપ્યો
  • દુધઇ પોલીસ સ્ટેશને 15,02,865ની કિંમતનો દારૂ ઝડપ્યો
  • આમ કુલ 2,30,58,492 ની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો.

દારૂની નદીઓ વહી નિકળી: દારૂના જથ્થાને નાશ કરવાની કાર્યવાહીમાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. શિણાયના સીમાડામા એક સાથે બે કરોડથી વધુની કિંમતનો દારૂનો નાશ કરાતા જાણે દારૂની નદીઓ વહી નિકળી હતી તેવા દ્રશ્યો સર્જાયા હતા.

  1. આજીવન કેદની સજા પામેલ આરોપીએ મેળવ્યા હતા જામીન, કચ્છ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો
  2. મુન્દ્રા બંદરેથી 16 કરોડની કિંમતની વિદેશી સિગારેટ ઝડપાઈ, "રેડીમેઇડ ગાર્મેન્ટ્સ" જાહેર કરેલા કન્સાઈનમેન્ટની આડમાં દાણચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.