- કોરોના વોરિયર અને ફ્રન્ટ લાઈન વર્કર તરીકે મીડિયા કર્મીઓને કોરોનાની રસી અપાઇ
- 50થી વધુ મીડિયા કર્મીઓએ કોરોનાની રસી લીધી
- મીડિયા કર્મીઓએ નાગરિકોને કોરોનાની રસી લેવા અપીલ કરી
- ભારતની કોરોના રસીની માંગ વિશ્વભરમાં
કચ્છઃ દેશમાં સતત કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે સર્વશ્રેષ્ઠ રસીની શોધ કરવામાં આવી છે, જેની માંગ વિશ્વભરમાં છે. કચ્છમાં મીડિયા કર્મીઓ માટે ગુરૂવારે વહીવટીતંત્ર દ્વારા કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને કોરોના રસી અપાઈ
જુદા જુદા તબક્કામાં અપાઇ ચૂકી છે રસી
સરકાર દ્વારા 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી હતી, ત્યાર બાદ 45થી 59 વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. ગુરૂવારથી એટલે કે 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકો પણ લગાવી શકશે કોરોના રસી
મીડિયા કર્મીઓ માટે રસીકરણનું આયોજન કરાયું
ગુરૂવારે કચ્છ કલેક્ટર, વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કાળમાં સતત પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર અને ફ્રન્ટ લાઈન વર્કર મીડિયા કર્મીઓને કોરોનાની રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. 50થી પણ વધારે મીડિયા કર્મીઓએ આ રસીકરણનો લાભ લીધો હતો. આ અંગે ETV BHARAT સાથે વાત કરતા પત્રકાર રોનક ગજ્જરે જણાવ્યું હતુ કે આ રસીની કોઈ આડ અસર નથી, લોકોએ કોરોના રસીનો લાભ લેવો જોઈએ અને ચોક્કસ વેક્સિન મુકાવી જોઈએ.