ETV Bharat / state

ભુજમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ધંધાાદારી અને વેપારીઓને વ્યવસાય કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું - bhuj news

હાલમાં જ્યારે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અને અમુક શહેરોમાં નિયંત્રણ સાથે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર જરૂરી સેવાઓ, ઇમરજન્સી સેવાઓ, ડેરી, શાકભાજીના વેપારીને વેપાર કરવા માટેની છૂટ જાહેરનામામાં આપવામાં આવી છે. ત્યારે કાપડના વેપારીઓ, લારી ગલ્લાવાળા વેપારીઓ અને અન્ય વેપારીઓને પણ વેપાર કરવા માટે છૂટ મળે તે અર્થે ભુજની કલેક્ટર કચેરી ખાતે હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભુજમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ધંધાાદારી અને વેપારીઓને વ્યવસાય કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

author img

By

Published : May 8, 2021, 10:59 AM IST

  • સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી વેપારીઓને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે
  • રાજ્ય સરકારની બેવડી નીતિ બંધ નહીં થાય તો ધરણા કરવામાં આવશે
  • રોજગારી મેળવવાનો અધિકાર છે તેવું જણાવીને વેપાર કરવાની છૂટ આપવાની માગ સાથે આવેદનપત્ર

કચ્છઃ હાલમાં રાજ્ય સરકાર દ્વારા 5મી મેથી 12મી મે માટે ફરીથી રાત્રિ કરફ્યૂ અને નિયંત્રણ અંગેનું જાહેરનામું લંબાવવામાં આવ્યું છે. જે અંતર્ગત કાપડના વેપારીઓ તથા લારી ગલ્લાવાળા વેપારી અને અન્ય વેપારીઓને દુકાન બંધ રાખવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર

વેપારીઓને સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી પોતાની રોજગારી મેળવવાનો અધિકાર છે

આ બાબતના વિરોધમાં હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યો દ્વારા તમામ વેપારીઓને સવારના 8થી રાત્રિના 8 ક્લાક સુધી પોતાની રોજગારી મેળવવાનો અધિકાર છે, તેવું જણાવીને છૂટ આપવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભુજમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ધંધાાદારી અને વેપારીઓને વ્યવસાય કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

ભુજથી થોડાક અંતરે આવેલા માધાપર અને મિરઝાપર ખાતે તમામ વેપારીઓ વેપાર કરી રહ્યા છે

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં ભુજ અને ગાંધીધામ શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના તો તમામ શહેરોમાં છે. ભુજથી 3થી 4 કિ.મી.ના અંતરે આવેલા માધાપર અને મિરઝાપર ખાતે તમામ વેપારીઓ વેપાર કરી રહ્યા છે, તો માત્ર ભુજ અને ગાંધીધામના વેપારીઓ જ વેપાર કરી શકતા નથી.

આ પણ વાંચોઃ રાજકોટમાં વેપારીઓએ વિરોધ કરી સંપૂર્ણ લોકડાઉન કરવાની માગ કરી

યોગ્ય પગલા નહીં લેવાય તો ધરણા કરાશે

હિન્દુસ્તાન નિર્માણ દળના સભ્યો દ્વારા સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવે અથવા તમામ વેપારીઓને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ધરણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.