ETV Bharat / state

ભુજની લાલન કોલેજ ખાતે કાન્ત, કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય વિષય પર ઓનલાઇન રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન - Gujarati News

ભુજના રામજી રવજી લાલન કોલેજના ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ગુજરાતના સર્જકો કાન્ત, કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય સંદર્ભ પત્રમાં બેઠક યોજવામાં આવી હતી.

ભુજની લાલન કોલેજ ખાતે કાન્ત, કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય વિષય પર ઓનલાઇન રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

author img

By

Published : Mar 7, 2021, 1:46 PM IST

  • લાલન કોલેજના ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયો પરિસંવાદ
  • વિવિધ તજજ્ઞો દ્વારા યુવાઓને સાહિત્યની દ્રષ્ટિએ પત્ર લેખનનું મહત્વ સમજાવ્યું
  • મોટી સંખ્યામાં યુવાનો પત્રલેખનથી વાકેફ થાય, તે માટે કરાયું હતું પરિસંવાદનું આયોજન

ભુજ: રામજી રવજી લાલન કોલેજના ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમા ગુજરાતીના સર્જકો કાન્ત કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય સંદર્ભ પત્રમાં બેઠક યોજવામાં આવી હતી.

કાન્ત, કલાપી અને મેઘાણીના પત્ર સાહિત્ય પર પરિસંવાદ

કાન્તના પત્રો પર પરિસંવાદ કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ ના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. દર્શનાબેન ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કલાપીના પત્રો પર મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. અભય દોશી દ્વારા પરિસંવાદ કરવામાં આવ્યું હતું. જ્યારે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમાર દ્વારા મેઘાણીના પત્ર પર પરિસંવાદ કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા દ્વારા અધ્યક્ષીય સંબોધન કરવામાં આવ્યું હતું.

યુવાનોને પત્ર સાહિત્યની નજીક લાવવાનો ઉદ્દેશ્ય

આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ પત્ર સાહિત્યથી આજના યુવાનોને નજીક લાવવાનો હતો અને પત્રની આપણા રોજિંદા જીવનમાં કેટલી જરૂરિયાત છે એ પણ આપણે સૌ જાણીએ છીએ. પત્રલેખન એ પણ એક કળા છે અને આજે પણ પત્ર લખવામાં વિદ્યાર્થીઓને પડતી તકલીફથી અધ્યાપકો વાકેફ છે. ત્યારે ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ સર્જકોએ લખેલા પત્રો જોવા અને આ વિશે સંશોધનાત્મક દ્રષ્ટિએ કામ થાય તેવા ઉદ્દેશ સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.