ETV Bharat / state

નડિયાદમાં બે કોરોના દર્દીઓને રજા અપાઇ - latest news of lockdown

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે નહેરૂનગર વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વ્હોરાને કોરોનાના કારણે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અહિયા તેમની સારવાર સફળ થતા અને તેઓના રીપોર્ટ નેગેટીવ આવેલ હોઇ જિલ્લા આરોગ્ય વિભાગ, હોસ્પિટલના તબીબો તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી છે.

નડિયાદમાં બે કોરોના દર્દીઓને રજા અપાઇ
નડિયાદમાં બે કોરોના દર્દીઓને રજા અપાઇ
author img

By

Published : Apr 30, 2020, 8:59 AM IST

ખેડાઃ જિલ્લામાં નડિયાદ ખાતે નહેરૂનગર વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વ્હોરાને કોરોનાના કારણે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અહિયા તેમની સારવાર સફળ થતા અને તેઓના રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ, હોસ્પિટલના તબીબો તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવાનો નિર્ણય લેવામાં લેવાયો છે.

દર્દી રમણભાઇ વાઘેલાને તા.16 અપ્રિલતથા મુસ્તાન વ્હોરાને તા.17 અપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને નિયત સમયમર્યાદા બાદ તેઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આ ટેસ્ટ નેગેટીવ આવવાથી તેઓને રજા આપવામાં આવી છે.

નડિયાદના 58 વર્ષીય રમણભાઇ વાધેલા અને ઉમરેઠના 45 વર્ષીય મુસ્તાન વ્હોરાએ જણાવ્યું હતું કે, "અમોને કોરોના વાઈરસનો ચેપ લાગવાથી અહિયા દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં અમોને બહુ બીક લાગતી તથા તકલીફ પડતી હતી. પરંતુ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો સહયોગ મળવાથી માનસીક હિંમત આવી ગઇ હતી. તબીબોએ બતાવ્યા પ્રમાણેની ખાવા-પીવાની ચરી તેમજ નિયત દવાઓ ના આધારે અમારા સ્વાસ્થ્યમાં દિવસે દિવસે સુધારો થતો ગયો અને આખરે અમોએ કોરોનાનો જંગ જીત્યો. જીંદગી યમ દ્વારે ટકોરા મારી પરત ફરી હોય તેમ લાગ્યું. અમો અમારા સ્નેહિજનો અને કુટુંબીજનોને અમારા અનુભવ પરથી એક જ વાત કહેવા માંગીએ છીએ કે, આ રોગમાંથી બચવા સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરો, સાબુ કે સેનેટાઇઝરથી જ હાથ ધોવાનું રાખો અને થોડિક પણ શારિરીક તકલીફ થાય તો તરત જ નિષ્ણાંત ડોકટરની દવા લઇને જ તેની સારવાર કરાવો તો કોરોનાનો જંગ જીતી શકાશે."

પ્રસંગે મેડિકલ કોલેજના ડીન, ડીઆરડીએના ડાયરેકટર ઝાલા, તબીબો તથા સહાયક સ્ટાફએ તેઓને ગુલાબ આપી તાળીઓથી વધાવી શારીરિક તંદુરસ્તીની શુભેચ્છા આપી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તેઓના નિવાસ સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.