ETV Bharat / state

નડિયાદમાં કોરોનાના છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી - patients of Corona were discharged

નડીયાદની શ્લોક હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર મેળવી રહેલા જીલ્લાના 6 દર્દીઓની નિયત સારવાર પૂર્ણ થતા આજરોજ રજા આપવામાં આવી હતી.

નડિયાદમાં કોરોનાના છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

author img

By

Published : Jul 23, 2020, 10:27 PM IST

નડીયાદ: નડીયાદની શ્લોક હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર મેળવી રહેલા જીલ્લાના 6 દર્દીઓની નિયત સારવાર પૂર્ણ થતા આજરોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્‍ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી.

નડિયાદમાં કોરોનાના છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
નડિયાદમાં કોરોનાના છ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલા શ્લોક હોસ્પિટલમાંથી 62 વર્ષીય બીપીનભાઇ પારેખ, 44 વર્ષીય શ્રીજલબેન શાહ, 33 વર્ષીય બ્રીજકુમાર પટેલ, 55 વર્ષીય ર્ડા.અજયકુમાર નાયક, સાજેદાબાનુ. આર. લુર અને નાઓમી બેન એ. ઠાકોરને કોરોના વાઇરસ સારવાર માટે નડિયાદ શ્લોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેઓની નિયત સારવાર થતા આજે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્‍ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી.આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર એન.ટી.શાહ તથા હોસ્પિટલનો સ્‍ટાફ ઉપસ્થિત રહયો હતો.

ખેડા જિલ્લામાં અત્યાર સુધી 344 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ 161 દર્દીઓ સારવાર હેઠળ છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 520 ઉપર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.