- ડાકોરમાં આવતીકાલે 249 મી ( Dakor Rathyatra ) યોજાશે
- Dakor Rathyatra ભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રહેશે
- રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ, પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
- મંદિર દ્વારા રથની ચકાસણી કરવામાં આવી
ખેડાઃ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ( Dakor Rathyatra ) આવતીકાલે 249 મી રથયાત્રા સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે. જેને લઇ આજરોજ મંદિર તેમજ પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ
યાત્રાધામ ડાકોર ખાતે સરકારી ગાઇડલાઇન મુજબ રથયાત્રા ( Dakor Rathyatra ) યોજવામાં આવશે.જેમાં રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સમગ્ર રૂટ પર કર્ફ્યુ રાખવામાં આવશે. સાથે જ ભાવિકોનો મંદિર પ્રવેશ પણ બંધ રાખવામાં આવ્યો છે.
મંદિર દ્વારા રથની ચકાસણી કરવામાં આવી
રથયાત્રામાં ( Dakor Rathyatra ) રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ સવારી કરવાના છે તે ચાંદીના રથની આજે ચકાસણી કરવામાં આવી હતી. રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથ કોરોના હણે તે માટે Mask અને સેનેટાઈઝરની કરાઈ આંગી
આ પણ વાંચોઃ 36th Rathyatra approved in Bhavnagar: છેડાપોરા વિધિ કરીને 12 જુલાઈએ રથયાત્રા નીકળશે