નડિયાદ: પ્રાપ્ત માહિતી અનુસાર, બિલોદરા જિલ્લાની જેલમાંથી પાકા કામનો કેદી ફરાર થઇ ગયો હોવામો બનાવ સામે આવ્યો છે. જેલના કમ્પાઉન્ડ બહાર આવેલી જમીનમાં ખેતીનું કામ કરતો પાકા કામનો કેદી સોલંકી મનોજ ગઇ કાલે બપોરે પોલીસેને થાપ આપી નાસી છૂટ્યો હતો.
કેદી આણંદ જિલ્લાના વણસોલ ગામનો રહેવાસી છે અને ચેક રિટર્નના કેસમાં 10 માસની સજા કાપી રહ્યો હતો. કેદીને આણંદ સબજેલમાંથી બિલોદરાની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે કેદીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.