ETV Bharat / state

ખેડાના રીછોલ ગામે ભૂંડના હુમલાથી ખેડૂતનું મોત - farmer

ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામમાં ભૂંડે હુમલો કરતા ખેતરમાં કામ કરતા ખેડૂતને શરીર પર બચકા ભરતા ખેડુતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભૂંડના હુમલાને પગલે ખેડૂતોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.

ખેડાના રીછોલ ગામે ભૂંડના હુમલાથી ખેડૂતનું મોત
author img

By

Published : Aug 18, 2019, 8:22 PM IST

મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામે રહેતા ખેડૂત ગોહેલ શંકરભાઇ પોતાના ખેતરમાં ડાંગરમાં નિંદામણ કરતા હતાં. ત્યારે, ખેતરમાં આવી ચડેલા ભૂંડે અચાનક તેમની પર હુમલો કર્યો હતો. જેમાં તેઓને શરીરે બચકા ભર્યા હતા. જેને લઇ ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મહેમદાવાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડાના રીછોલ ગામે ભૂંડના હુમલાથી ખેડૂતનું મોત

મહત્વનું છે કે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ છે. ત્યારે, આજે ભૂંડના હુમલાથી ખેડૂતના મોતને પગલે ગામ સહીત આસપાસના પંથકના ખેડૂતોમાં ભયની લાગણી ફેલાઇ છે.

Intro:ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામમાં ભૂંડે હુમલો કરતા ખેતરમાં કામ કરતા ખેડૂતનું મોત થયું હતું.ખેડૂતને આખા શરીર પર બચકા ભરતા ઘટના સ્થળે જ ખેડૂતનું મોત થયું હતું.ભૂંડના હુમલાને પગલે ખેડૂતોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.Body:મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામે રહેતા ખેડૂત ગોહેલ શંકરભાઇ સોમાભાઈ પોતાના ખેતરમાં ડાંગરમાં નિંદામણ કરતા હતા.ત્યારે ખેતરમાં આવી ચડેલા ભૂંડે અચાનક તેમની પર હુમલો કર્યો હતો.આખા શરીરે કરડીને બચકા ભર્યા હતા.જેને લઇ ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા મહેમદાવાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે જીલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ છે.ત્યારે આજે ભૂંડના હુમલાથી ખેડૂતના મોતને પગલે ગામ સહીત આસપાસના પંથકના ખેડૂતોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.