ETV Bharat / state

હવે મંદિરની બહાર ભિક્ષુકો નહીં બેસી શકે, ભિક્ષુકોની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ - મંદિર બહાર ભિક્ષુક

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોની બહાર ભિક્ષુકોને નહીં બેસવા દેવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇ એક તરફ લોકો સનાતન ધર્મની પરંપરાથી વિપરીત આ પરિપત્ર હોવાનું માની રહ્યા છે તો એક તરફ માનવીય અભિગમ અપનાવી ભિક્ષુકો માટે જીવન નિર્વાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.

vf
vfv
author img

By

Published : Jan 27, 2020, 1:24 PM IST

ડાકોરઃ રાજ્ય સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી ભિક્ષુકો માટે પરિપત્ર જાહેર કરાયો છે. જોકે, આજે પણ યાત્રાધામ ડાકોરમાં અનેક ભિક્ષુકો મંદિર બહાર ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. શક્ય છે કે, રાજ્યમાં અન્ય ધાર્મિક સ્થળોએ પણ આ જ સ્થિતિ જોવા મળતી હોય છે. ડાકોરમાં પૂનમ કે કોઇ મોટો તહેવાર હોય ત્યારે ભિક્ષુકોની લાંબી કતાર જોવા મળતી હોય છે. એક પરિપત્રને કારણે તેની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મંદિર બહાર ભિક્ષુકો જોવા તો મળે જ છે એ સ્વાભાવિક છે. ભિક્ષુકો આવા કોઈ નિર્ણય કે પરિપત્રથી અજાણ હોય તેવું બની શકે.

સરકારે ભિક્ષુકો માટે જાહેર કર્યો પરિપત્ર,ભિક્ષુકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની કરાઈ માંગ

સરકારના પરિપત્રને લઇ વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. આ અંગે ડાકોર મંદિરના મેનેજર સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, ભિક્ષુકો ન બેસે તે નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકારે તેમને કોઇ સગવડ આપવી જોઇએ. તેમણે જણાવ્યું કે, વિવિધ સંસ્થાઓ મારફતે સરકારે ભિક્ષુક પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પગાલ લેવા જોઈએ.

બીજી તરફ ડાકોર મંદિરના સેવકોનું કહેવુ છે કે, ભિક્ષા આપવી એ આપણા સનાતન ધર્મનો એક ભાગ છે, ત્યારે સરકાર આવુ કેવી રીતે કરી શકે. આવા પરિપત્રથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. શ્રધ્ધાળુઓમાં આસ્થા હોય છે કે, દાન કરવાથી તેમને પુણ્ય મળશે. ખાસ કરીને વિશેષ તહેવારોમાં તેનુ મહત્વ વધી જતુ હોય છે.

મહત્વનું છે કે, રાજ્યમાં જાણીતા યાત્રાધામોમાં મોટી સંખ્યામાં અશક્ત, નિરાધાર, બીમાર લોકો ભિક્ષા માંગવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, ત્યારે સરકારના પરિપત્રને લઇ જુદા-જુદા મત જોવા મળી રહ્યા છે. હવે યાત્રાધામોમાં પરિપત્રનું કેવી રીતે પાલન થાય છે અને યાત્રાધામોમાં ભિક્ષા માંગવાની પ્રવૃત્તિ અટકે છે કે કેમ તે જોવું રહ્યું.

Intro:તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોની બહાર ભીક્ષુકોને નહી બેસવા દેવાનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.જેને લઇ એક તરફ લોકો સનાતન ધર્મની પરંપરાથી વિપરીત આ પરિપત્ર હોવાનું માની રહ્યા છે તો એક તરફ માનવીય અભિગમ અપનાવી ભિક્ષુકો માટે જીવન નિર્વાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે. Body:રાજ્ય સરકાર દ્વારા તા.10 જાન્યુઆરીથી આ પરિપત્ર જારી કરાયો છે.જો કે આજે પણ યાત્રાધામ ડાકોરમાં અનેક ભિક્ષુકો મંદિર બહાર ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. શક્ય છે કે રાજ્યમાં અન્ય ધાર્મિક સ્થળોએ પણ આ જ સ્થિતિ જોવા મળે.
ડાકોરમાં પુનમ કે કોઇ મોટો તહેવાર હોય ત્યારે ભીક્ષુકોની લાંબી કતાર જોવા મળતી હોય છે.જો કે હાલ તેના કરતા ઓછી સંખ્યામાં પરંતુ ભીક્ષુકો અહી બેઠા હતા.સ્વાભાવિક રીતે જ ભિક્ષુકો આવા કોઈ નિર્ણય કે પરિપત્રથી અજાણ છે અને તેઓ ભિક્ષાની પ્રવૃત્તિથી જ ગુજારો કરી રહ્યા છે.જો કે પરિપત્ર વિષે જાણી સરકાર નહી બેસવા દે તો શુ કરીશુ તે અંગે ચિંતિત જણાયા હતા.
સરકારના પરિપત્રને લઇ વિવિધ મત પ્રવર્તી રહ્યા છે.આ અંગે ડાકોર મંદિરના મેનેજર સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે.તેઓનું કહેવુ છેકે ભીક્ષુકો ના બેસે તે નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકાર દ્વારા તેમના માટે કોઇ સગવડ કરવી જોઇએ.તેમણે જણાવ્યું કે સરકારે ભીક્ષુકો માટે પણ યોગ્ય કામગીરી કરવી જોઇએ.વિવિધ સંસ્થાઓ મારફતે સરકાર કામગીરી કરાવી સકે છે.જેમકે તેમના માટે રહેવા,રોજી રોટી, કામકાજ ગ્રૃહ ઉઘોગ પુરા પાડી શકે છે.
બીજી તરફ ડાકોર મંદિરના સેવકોનું કહેવુ છે કે ભિક્ષા આપવી એ આપણા સનાતન ધર્મનો એક ભાગ છે. ત્યારે સરકાર આવુ કેવી રીતે કરી શકે.આવા પરિપત્રથી લોકોની ધાર્મીક લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખવુ રહ્યું. તેમના અનુસાર શ્રધ્ધાળુઓમાં આસ્થા હોય છે કે દાન કરવાથી તેમને પુન્ય મળશે.ખાસ કરીને વિશેષ તહેવારોમાં તેનુ મહત્વ વધી જતુ હોય છે. ત્યારે સરકાર લોકોની શ્રધ્ધા પ્રત્યે પણ ધ્યાન રાખવુ જોઈએ.
મહત્વનું છે કે રાજ્યમાં જાણીતા યાત્રાધામોમાં મોટી સંખ્યામાં અશક્ત,નિરાધાર,બીમાર લોકો ભિક્ષા માંગવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે.ત્યારે સરકારના પરિપત્રને લઇ જુદા જુદા મત જોવા મળી રહ્યા છે.ત્યારે હવે યાત્રાધામોમાં પરીપત્રનું કેવી રીતે પાલન થાય છે અને યાત્રાધામોમાં ભિક્ષા માંગવાની પ્રવૃત્તિ અટકે છે કે કેમ તે જોવું રહ્યું .
બાઈટ-૧ અરવિંદભાઈ મહેતા,મેનેજર,ડાકોર મંદિર
બાઈટ-૨ બિરેનભાઈ,સેવક,ડાકોર મંદિર Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.