ખેડા જિલ્લામાં ધાર્મિક અશાંતિ ફેલાવવા માટે પ્રયત્ન કરાયો હતો. ઉંઢેરા ગામ ખાતે ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન કેટલાક તત્વોએ પથ્થરમારો કરીને શાંતિ ડહોળવા માટે પ્રયત્ન કર્યો હતો. આ બનાવને લઈને પથ્થરમારાના કેસમાં પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ (Kheda Police) કરેલી અને તેમને જાહેરમાં થાંભલા સાથે રાખીને ક્રૂરતાપૂર્વક મારવામાં આવેલા છે. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે પગલા લેવાની માંગ સાથે અમદાવાદના એક NGO તેના વકીલ આનંદ યાજ્ઞિક મારફતે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, DGP અને ખેડા જિલ્લાના પોલીસ વડાને લીગલ નોટિસ પાઠવી છે. (Navratri 2022 in Kheda)
શું આપી નોટિસ મળતી માહિતી મુજબ આ નોટિસમાં માંગ કરવામાં આવી છે કે, પોલીસનું આ વલણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો (throw stones Navratri in Kheda) સરેઆમ ભંગ સમાન છે. જવાબદાર પોલીસ કર્મી સામે ખાતાકીય, શિસ્ત અંગેના, શિક્ષાત્મક અને ક્રિમિનલ જેવા યોગ્ય પગલાં લેવામાં આવે. આ ઘટનાને 48 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા જવાબદાર પોલીસ કર્મી સામે કોઈ પગલા લીધા જ નથી. (Navratri 2022 in Kheda)
કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો પોલીસના આ ક્રુરતાપૂર્ણના વલણના વિડીયો અને ફોટો પણ છે. આ સમગ્ર ઘટનાને કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે ઘટના માટે જવાબદાર લોકો સામે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ. જોકે, આ કેસમાં પોલીસનું વલણ દુઃખદાયી છે. પોલીસ મેન્યુઅલ અથવા તો IPCમાં ક્યાંય પણ પોલીસને એવી મંજૂરી મળી નથી કે તે ભેદભાવપૂર્ણ વર્તન દાખવીને નાગરિકોને મારે. Kheda Navratri Case Supreme Court, Notice regarding stone pelting in Kheda