- સી. આર. પાટીલની સભામાં જોવા મળી માનવમેદનીની ભીડ
- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બાઇક રેલી સાથે કાર્યક્રમમાં જોડાયા
- રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ દ્વારા સરકારી ગાઇડ લાઇનનો ભંગ
જૂનાગઢઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે એક દિવસના જૂનાગઢ પ્રવાસે હતા. આજે દિવસ દરમિયાન 2 અલગ-અલગ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે હાજરી આપી હતી ત્યાર પાટીલે પ્રથમ સરપંચ સંમેલનનું આયોજન હતું અને ત્યારબાદ પેજ પ્રમુખને સંબોધવા માટે પણ તેઓ ગયા હતા આ બંને જગ્યા પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ લશ્કર અને બાઇક રેલી સાથે પહોંચ્યા હતા. દ્રશ્યો સ્પષ્ટ બતાવી આપે છે કે, સી આર પાટીલની હાજરીમાં કોરોના સંક્રમણ અને ખાસ કરીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. તેને ખુલ્લેઆમ ભંગ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પોતાની બંને સભા પૂરી કરીને આગળના સ્થાન પર જવા માટે રવાના થયા છે.
પ્રમુખ સીઆર પાટીલે જૂનાગઢની મુલાકાતે હતા
પ્રવેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે જૂનાગઢની મુલાકાતે હતા. પ્રથમ સરપંચ સંમેલનમાં તેઓએ લશ્કર સાથે હાજરી આપી હતી. જે ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં 2 હજાર કરતાં વધુ વ્યક્તિઓ બેસી શકવાની ક્ષમતા ધરાવતા હોલમાં ખીચોખીચ મેદની વચ્ચે પ્રદેશ પ્રમુખ પાટીલે સરપંચ સંમેલનને સંબોધન કર્યુ હતુ. જેને કારણે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના સંક્રમણના દિશાનિર્દેશોનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. તેવા દૃશ્યો સામે આવ્યા છે. સામાન્ય લોકો માટે નિયમો ખૂબ જ કડકાઇથી અમલ કરાવવા માટે રાજ્ય સરકાર અને પક્ષના પદાધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ આજે પદાધિકારીઓ અને સરકારમાં સામેલ વ્યક્તિઓ જ્યારે પોતે કોઇ કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યારે સરકાર અને ગૃહ વિભાગના એક પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેનો જીવંત પુરાવો આજે જૂનાગઢમાં મળ્યો હતો.
સી.આર.પાટીલ પહોંચ્યા લાવ લશ્કર અને બાઇક રેલી સાથે કાર્યક્રમ સ્થળે
સી. આર. પાટીલનો બીજો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં પેજ પ્રમુખો અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષિત શિક્ષકો, ડૉક્ટરો જેવા પ્રમુખોને સંબોધન કરવાનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાઇક રેલી સાથે કાર્યક્રમના સ્થળે હાજર રહ્યા હતા. સરકારના ગૃહવિભાગે તમામ પ્રકારની રેલીને પ્રતિબંધિત જાહેર કરી છે. ત્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ આ પ્રકારની રેલીની આગેવાની કરીને સભા સ્થળે પહોંચે છે. તે પણ હવે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે એક બાજુ ભાજપની રાજ્ય સરકાર કોરોના સંક્રમણને લઈને ખૂબ સુફિયાણી વાતો કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પક્ષના પ્રદેશ પ્રમુખના હોદ્દા પર બિરાજમાન સી.આર.પાટીલ સરકારના જ કાયદા અને નિયમોનું ખુલ્લેઆમ તોડી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં સી.આર.પાટીલ માટે જૂનાગઢની આજની રેલી કોઈ મુશ્કેલી ઉભી કરી શકે તો નવાઈ નહીં.