જૂનાગઢઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી દેશની સાથે રાજ્યના દેવસ્થાનો ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોને ખોલવાની શરતી મંજૂરી આપી છે, પરંતુ કરોના વાઈરસના વધતાં જતાં વ્યાપની વચ્ચે જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિત મોટા ભાગના મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ બંધ જોવા મળશે.
સોમવારથી ભવનાથ અને ગિરનાર પરિક્ષેત્રમાં આવેલા મંદિરો રહેશે બંધ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ તબક્કાના અનલોકમાં સોમવારથી દેશની સાથે રાજ્યના ધાર્મિક સ્થાનો અને મંદિરો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિત મોટા ભાગના ધાર્મિક સંસ્થાનો આવતીકાલે પણ બંધ જોવા મળશે. આ મંદિરો હજુ કેટલાક દિવસો સુધી બંધ રાખવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. કોરોના વાઇરસ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે, તેને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે આવતીકાલથી જૂનાગઢના ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા મંદિરો હજુ પણ કેટલોક સમય બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશ્નો તૈયારીઓ અને દેવસ્થાનોનાં વડાઓએ કર્યો છે.ભારતીય તબીબી વિજ્ઞાન અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જૂન અને જુલાઈ માસમાં ભારતમાં કોરોના સંક્રમિત કેસોનો વિસ્ફોટ થવાની ચેતવણી આપી છે. આવી પરિસ્થિતિમાં ધાર્મિક સ્થાનોને ખોલવા વધુ મુશ્કેલ ભર્યું હોય તેવું મંદિરો અને ધાર્મિક સંસ્થાનોના વડાને લાગી રહ્યું છે. જે પ્રકારે છેલ્લા એક અઠવાડીયામાં દરરોજ 400 કરતાં વધુ કોરોના સંક્રમિત કેસો રાજ્યમાં નોંધાઈ રહ્યા છે અને 45 મિનિટ બાદ એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થઇ રહ્યું છે. આવી વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં મંદિર ખોલવા ખૂબ જ મુશ્કેલી ભર્યું સાબિત થઇ શકે છે. તેને ધ્યાને રાખીને જૂનાગઢના ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા ભાવનાથ મહાદેવ મંદિર સહિત મોટા ભાગના ધાર્મિક સંસ્થાનો વધુ કેટલાક દિવસો સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.