જૂનાગઢ : ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ ભાવો દિવસેને (Lemon Price Hike in Summer) દિવસે સતત વધી રહ્યા છે. આટલા ઉચા બજાર ભાવો પાછલા એક દસકામાં ક્યારેય જોવા મળ્યા ન હતા. સતત લીંબુની માંગ વધી રહી છે. તેની સામે આવક પણ મર્યાદિત બનતી જાય છે. જેને કારણે છૂટક બજારમાં લીંબુના બજાર ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા કે તેની આગળ ઐતિહાસિક સ્તરે જોવા મળે તેવી શક્યતાઓ લીંબુનું જથ્થાબંધ (Lemon Price in Gujarat) વેચાણ કરતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઘરે લીંબુ પાઉન્ડ કેક કેવી રીતે બનાવવી જોણ સંપુર્ણ રેસીપી...
લીંબુના પાકને નુકસાન - કમોસમી વરસાદ વાતાવરણની અનિશ્ચિતતા અને પાછલા એક અઠવાડિયાથી સતત ઝાકળ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે લીંબુના પાકને જે નુકસાન થયું છે. તેના કારણે લીંબુના બજાર ભાવો ઊંચકાઈ પર રહ્યા છે. સાથે સાથે પાછલા બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ ઘટયું છે. જેને લઇને સ્થાનિક બજારમાં પ્રતિ એક કિલો લીંબુના બજાર ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો પણ થયો છે. પરંતુ આ ઘટાડો માત્ર થોડા દિવસ પૂરતો જ જળવાઇ રહે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : લોકડાઉન રેસીપીઃ આ રહી તમારા માટે એક સંપૂર્ણ ઉનાળુ પીણું લીંબુ શરબતની રેસીપી
આ વર્ષે લીંબુના બજાર ભાવમાં થયો બમણો વધારો - લીંબુના હાજી હસને જણાવ્યું કે, લીંબુના બજાર ભાવને લઈને પાછલા વર્ષની તુલના કરીએ તો આ વર્ષે ઉનાળાના પ્રારંભના દિવસોમાં લીંબુની માંગ અને તેના બજાર ભાવો સતત વધી રહ્યા છે ગત વર્ષે આ સમય દરમિયાન પ્રતિ એક કિલો જથ્થાબંધ લીંબુનો ભાવ નીચામાં 70 થી લઈને ઊંચામાં 80 રૂપિયા પ્રતિ કિલો (Wholesale Prices of Lemons in Gujarat) બોલાયો હતો. તેની સામે આ વર્ષે વર્તમાન સમયમાં નીચામાં પ્રતિ એક કિલો જથ્થાબંધ લીંબુનો ભાવ 140 રૂપિયા અને ઊંચામાં 160 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. આ જ પ્રમાણે લીંબુના ભાવ જો સતત વધશે તો આગામી ઉનાળાના ત્રણ મહિના દરમ્યાન 200 રૂપિયા કે તેથી વધુ પ્રતિ એક કિલો લીંબુ ના ભાવો બોલાઈ શકે છે. જો લીંબુની બજાર 200 રૂપિયા કે તેથી વધુ આગળ વધશે તો આ ભાવ વધારો પાછલા એક દસકામાં ઐતિહાસિક હશે તેવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે.