ETV Bharat / state

STSangamam: સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે આવેલા યાત્રિકોએ મહાદેવની સાથે કર્યા સિંહ દર્શન

author img

By

Published : Apr 18, 2023, 4:04 PM IST

સોમવારથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ઉત્સવની શરૂઆત થઈ છે. આજે ઉત્સવના બીજા દિવસે યાત્રિકોએ સોમનાથ મહાદેવની સાથે એશિયામાં એક માત્ર જોવા મળતા ગીરના સિંહના દેવળીયા સફારી પાર્કમાં દર્શન કર્યા હતા. તમિલ સંગમમ કાર્યક્રમના બીજા દિવસે તેમનો પ્રવાસ આગળ ધપાવ્યો હતો. જેમાં તેમણે જંગલ સફારીની મજા માણી હતી.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રિકોએ મહાદેવની સાથે કર્યા સિંહના દર્શન

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે આવેલા યાત્રિકોએ મહાદેવની સાથે કર્યા સિંહ દર્શન

જૂનાગઢઃ સૌરાષ્ટ્રના તમિલોએ સોમનાથ મહાદેવની સાથે સિંહના દર્શન કર્યા છે. તમિલનાડુ થી ખાસ આવેલા મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુ મદુરાઈ અને આસપાસના વિસ્તારોમાં સ્થાયી બનેલા તમિલના લોકો છે. જેઓઓ આજે સાસણ ગીર સફારી પાર્કના ભાગરૂપે બનાવવામાં આવેલું દેવળિયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. જેમાં તમિલ યાત્રીઓએ ગીરનારના ખૂબ જ નજીકથી દર્શન કરીને સંગમમ કાર્યક્રમ સિંહ દર્શન સાથે પણ જોડયો હતો. દેવળીયા સફારી પાર્કમાં સિંહની સાથે અન્ય પ્રાણીઓને પણ બિલકુલ મુક્તપણે જંગલ વિસ્તારમાં વિહરતા જોયા હતા.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

પ્રવાસીઓ ખુશઃ આ જંગલનું ચિત્ર જોઈને તમિલો ખુશ થયા હતા. સાસણ વિસ્તારમાં રોકાણ કરીને તેઓ સાંજના સમયે પરત સોમનાથ ફર્યા હતા. સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે. દસ દિવસ સુધી કાર્યક્રમોની વચ્ચે મૂળ સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રીયન તમિલો પ્રાચીનતમ સંસ્કૃતિથી માહિતગાર થઈ રહ્યા છે. તમિલયન સોમનાથની મુલાકાતે છે. તેઓ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તમામ તમિલિયન ભક્તોનું ધાર્મિક આસ્થા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સોમનાથની પ્રત્યેક વ્યવસ્થા જે યાત્રિકો સાથે સીધી રીતે જોડાયેલી છે. તેની માહિતી અને તેના વ્યવસ્થાપન અંગે પણ આવેલા યાત્રિકોને માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો Junagadh Crime : ચોક્કા છક્કાની રમઝટ વચ્ચે સટ્ટોડીયાઓની પોલીસે પાડી દીધી વિકેટ

તમિલના લોકોને આવકાર્યા: હજાર વર્ષ બાદ સૌરાષ્ટ્રીયન તમિલો સોમનાથ આવ્યા છે. તેમની આ મુલાકાત મહાદેવના દર્શન સાથે જીવનભરની યાદગાર ક્ષણ સમાન બની રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક યાત્રિક ને સોમનાથ મહાદેવની ભેટ પૂજા પણ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા રુદ્રાક્ષ યજ્ઞ ક્રિયા માટે ની લઘુ યજ્ઞ કીટ તમિલ ભાષામાં તૈયાર કરવામાં આવી હતી. જે સોમનાથ તીર્થના પરિચય પુસ્તિકા અને મહાદેવના થ્રીડી ફોટો પ્રિન્ટ સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરાઇ હતી. તમિલયનની સોમનાથ મુલાકાતને યાદગાર બનાવવાની સાથે બે સંસ્કૃતિને જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.