ETV Bharat / state

જુઓ, જૂનાગઢમાં તો આજકાલ ફ્રુટ તથા ઠંડાપીણાના સ્ટોર પર પણ મળી રહ્યા છે હેલમેટ - ફ્રુટ તથા ઠંડાપીણાની સ્ટોર પર મળી રહ્યા છે હેલમેટ

જૂનાગઢ: હેલ્મેટ પહેરવાના એક નહી અનેક ફાયદા છે. ઉનાળામાં તાપથી, ઉડતી ધૂળ, રજકણોથી, ગરમ લુ થી બચાવે છે આ ઉપરાંત સાથે સાથે વાહનોના ઝેરી ધુમાડાથી પણ બચાવે છે. વ્હીકલ ચલાવતા સમયે ક્યારેક હવાને કારણે આંખમાંથી પાણી નીકળે છે તેનાથી પણ બચી શકાય છે. જેના પગલે આજકાલ જૂનાગઢમાં ફ્રુટની દુકાન ઠંડાપીણાના શોપ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વહેંચતા વેપારી અને પ્રોવિઝન સ્ટોરમાં પણ થઈ રહ્યું છે. હેલ્મેટનું વેંચાણ.

જૂનાગઢમાં આજકાલ ફ્રુટ તથા ઠંડાપીણાની સ્ટોર પર પણ મળી રહ્યા છે હેલમેટ
author img

By

Published : Sep 18, 2019, 7:53 PM IST

Updated : Sep 18, 2019, 9:13 PM IST

જૂનાગઢમાં ફળોનું વેચાણ કરતા વેપારીઓ ફળોની સાથે હેલ્મેટનું પણ વેંચાણ કરી રહ્યા છે. ટ્યુબલાઈટથી લઈને પંખા અને એર કુલર વેંચતા વેપારીઓ પણ હવે ગ્રાહકોને સરળતાથી હેલ્મેટ મળી રહે તે માટે તેમના ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં પણ હેલ્મેટનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. એક સમય હતો કે હેલ્મેટ માટે કોઈ પૂછતું પણ ન હતું, ઓટો પાર્ટસની દુકાનમાં હેલ્મેટ ક્યારેક વહેંચાતી જોવા મળતી હતી અને તે પણ એકલ દોકલની સંખ્યામાં, પણ હવે જ્યારે નવો નિયમ આવ્યો છે, ત્યારથી હેલ્મેટ સર્વત્ર વહેંચાતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં આજકાલ ફ્રુટ તથા ઠંડાપીણાની સ્ટોર પર પણ મળી રહ્યા છે હેલમેટ

મિત્રો, હેલ્મેટ એક એવી આધુનિક પાઘડી છે જે માથે રાખવાથી આપણી પોતાની સુરક્ષા તો થઈ જ જાય છે અને સાથે સાથે આપણા પરિવારની પણ, કેમ કે આપણા જીવનનું મહત્વ તેમના માટે પણ એટલું જ અગત્યનું પુરવાર થાય છે. નવો કાયદો જયારે અમલમાં આવ્યો ત્યારે માત્ર દંડથી બચવા માટે જ મોટા ભાગનાઓએ આ હેલ્મેટ ખરીદવા દોડ્યા પછી થોડા દિવસ પહેર્યું અને ફરી હતા તેવા ને તેવા જ, શું આ કાયદો સરકાર દ્વારા લોકો પાસેથી દંડ વસુલ કરવા માટે ઘડાયો હતો? જવાબ છે : "ના", દંડ વસુલ કરવા માટે કાયદો નહોતો ઘડ્યો પરંતુ તેમની સલામતી માટે ઘડા્યો છે.

Intro:પ્રોવિઝન સ્ટોર ઇલેક્ટ્રોનિક આઈટમ ની દુકાન ઠંડા પીણાનો શોપ અને ફ્રુટ ની દુકાનમાં વેચાઈ રહી છે હેલ્મેટ

Body:શું તમે ફ્રુટ લેવાનું વિચારો છો સાથે હેલ્મેટ મળે તો? શું તમે ગરમીથી પરેશાન છો ઠંડાપીણાની શોધમાં નીકળ્યા છો ત્યા હેલમેટ મળે તો? ઘરમાં અંધારપટ છવાયો છે ટ્યુબ લાઈટ ની જરૂર છે સાથે ત્યાં હેલ્મેટ મળી જાય તો? અને હા તમારા ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે પણ કરિયાણાની સાથે જો તમારે હેલ્મેટ ખરીદવી હોય તમે ખરીદી શકો છો હા આ કોઈ જોક્સ નથી જુનાગઢ ની વાસ્તવિક સ્થિતિ છે જૂનાગઢમાં ફ્રુટ ની દુકાન ઠંડાપીણા નો શોપ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વહેચતા વેપારી અને પ્રોવિઝન સ્ટોરમાં પણ થઈ રહ્યુ છે હેલ્મેટનુ વહેચાણ હેલ્મેટની ખરીદીને હવે વાહનચાલકો પણ હોસેહોસે ખરીદી રહ્યા છે

જ્યારથી નવા અને સુધારેલા મોટર વાહન વિહિકલ એક્ટ નો અમલ થઈ રહ્યો છે ત્યારથી ખાસ કરીને દ્વિ ચકી વાહન ચાલકોમાં ભારે હડકંપ જોવા મળી રહ્યો છે મોટર વાહન વિહિકલ એક્ટ ની જોગવાઈઓ પૈકી પીયુસી અને ફરજિયાત હેલ્મેટ આ બંન્ને જોગવાઈઓ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધા છે જેને કારણે વાહન ચાલકો પણ હવે પોલીસના હાથે ડંડાઈ રહ્યા છે એક તરફ પીયુસી સેન્ટર બહાર લાગેલી હજારો વાહનોની લાંબી લચ કતારો તો બીજી તરફ બજારમાં હેલ્મેટ ની અછત જેને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેને લઇને હવે જૂનાગઢમાં હેલ્મેટ તમે ન કલ્પેલા હોય તેવા સ્થળે અને તેવી જગ્યાએ વેચાઈ રહી છે તો આવો જાણીએ હેલ્મેટ ના સ્થળ અને તેના વેચાણ અંગેની રસપ્રદ માહિતી

બાઈટ 1શુનીલ આહુજા ફ્રૂટના વેપારી જુનાગઢ બ્લયુ સર્ટ

હાલ ભાદરવા મહિનાની આકરી ગરમી ચાલી રહી છે જેના કારણે લોકો ઠંડા પીણાં નો આશરો લેય તે સ્વાભાવિક છે ત્યારે બજારમાં હેલ્મેટે જે પ્રકારે હડકંપ મચાવ્યો છે તેને લઇને ઠંડાપીણા ના વેપારીઓ પણ હેલ્મેટ નું વેચાણ શરૂ કર્યું છે ઠંડા પીણા પીવા આવતા ગ્રાહકો જો હેલ્મેટ ખરીદવા માંગતા હોય તો કોઈ જ પ્રકારના સમય અને શક્તિનો વેડફાટ કર્યા વગર સરળતાથી હેલ્મેટ મળી રહે તે માટે ઠંડા પીણાના વેપારીઓ પણ હેલ્મેટ વેચી રહ્યા છે આ જ પ્રકારનો આઈડિયા જૂનાગઢમાં ફ્રુટ નું વેચાણ કરતાં વેપારીઓએ પણ અપનાવીને ફ્રુટ ની સાથે હેલ્મેટ નું વેચાણ પણ કરી રહ્યા છે તો બીજી તરફ જૂનાગઢના પ્રોવિઝન સ્ટોરમાં પણ હેલ્મેટ વહેંચાતી જોવા મળી રહી છે પ્રોવિઝન સ્ટોર માં ખાસ કરીને મહિલા ગ્રાહકો ખૂબ મોટા પ્રમાણમાં આવતી હોય છે ત્યારે કરિયાણું કે અન્ય પ્રોવિઝન ની આઈટમ ખરીદવા આવતી મહિલા જો હેલ્મેટ ખરીદવા માગતી હોય તો તે અહી થી સરળતાથી ખરીદી શકે અને તેનો સમય બચી શકે તેવા ઉદ્દેશ સાથે પ્રોવિઝન સ્ટોરના વેપારીઓ પણ હવે હેલ્મેટ વહેચતા થયા છે આ જ પ્રકારનો આઈડિયા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વેચતા વેપારીઓ એ પણ અપનાવ્યો છે ટ્યુબલાઈટ થી લઈને પંખા અને એર કુલર વેંચતા વેપારીઓ પણ હવે ગ્રાહકોને સરળતાથી હેલ્મેટ મળી રહે તે માટે તેમના ઇલેક્ટ્રોનિક્સ દુકાન માં પણ હેલ્મેટનુ વેચાણ કરતા જોવા મળી રહ્યા છે

બાઈક 2 કિશોરભાઈ લાલવાણી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ના વેપારી જુનાગઢ મરુન સર્ટ

એક સમય હતો કે હેલ્મેટ માટે કોઈ પૂછતું પણ ન હતું ગણ્યા ગાંઠ્યા ઓટો પાર્ટસ ની દુકાન માં હેલ્મેટ ક્યારેક વહેંચાતી જોવા મળતી હતી અને તે પણ એકલ દોકલ ની સંખ્યામાં પણ હવે જ્યારે નવો મોટર વાહન વિહિકલ એક્ટનો અમલ શરુ કરવામાં આવ્યો છે ત્યારથી હેલ્મેટ અત્ર તત્ર અને એમ કહી શકાય કે સર્વત્ર વહેંચાતા જોવા મળી રહ્યા છે

Conclusion:
Last Updated : Sep 18, 2019, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.