ETV Bharat / state

પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાથી જૂનાગઢના અનેક ગરીબોને મળ્યો આશરો - junagadh news

આમ તો મોટેભાગે સરકરાની કોઈ પણ યોજાનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો નથી. પરંતુ જૂનાગઢમાં પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાથી અનેક ગરીબોને ઘર મળ્યા છે અને અનેક લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચ્યો છે. ચાલો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં...

junagdh
junagadh
author img

By

Published : Sep 30, 2020, 7:56 AM IST

જૂનાગઢઃ પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાને જિલ્લામાં ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1293 જેટલા ઘરો પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને ફાળવી આપવામાં આવ્યા છે. જેમાં હાલ તમામ ગરીબ પરિવારો નિવાસ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં બાકી રહેતા પરિવારોને પણ ટૂંક સમયમાં આવાસની ફાળવણી કરી આપવામાં આવશે તેવો નિર્ધાર Etv Bharat સાથેની વાતચીતમાં એજન્સીના નિયામક જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાથી જૂનાગઢ અનેક ગરીબોને મળ્યો આશરો
પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાને જૂનાગઢ જિલ્લામાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ગરીબોને આવાસ ફાળવણીની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં 1643 જેટલા ગરીબ આવાસ યોજનાના ઘરોને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકીના 1293 જેટલા આવાસ પરિપૂર્ણ થઇ જતા ઘર વિહોણા પરિવારોને આ યોજના થકી આવાસોની ફાળવણી પણ કરી આપવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ગરીબો આજે પોતાના ઘરમાં જીવન નિર્વાહ કરતો જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના અંતર્ગત 1643 જેટલા ઘરવિહોણા પરિવારોએ આ યોજના નીચે ઘરના ઘરની માગણી કરી હતી. જે પૈકીના 1293 જેટલા પરિવારો આજે આ યોજનાના લાભાર્થીઓ બની ચૂક્યા છે. જ્યારે બાકી રહેતા 229 જેટલા પરિવારોને આગામી દિવસોમાં આવાસ યોજનામાં સામેલ કરીને તેમને પણ ઘરનું ઘર મળી રહે તે માટે ગ્રામ વિકાસ એજન્સી કામ કરી રહી છે. પીએમ મોદી તેમના કાર્યકાળથી દરેક ગરીબને પોતાનું ઘરનું ઘર મળી રહે તેને લઈને અનેક વખત ચિંતાઓ વ્યક્ત કરી ચુક્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં ગરીબ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહેતા તેઓ પણ આ યોજનાને આવકારી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.