ETV Bharat / state

કેરીના શોખીનો માટે આ વર્ષે આવી શકે છે ખાટા-મીઠા સમાચાર, પાક એક મહિનો મોડો બજારમાં આવે તેવી શક્યતા

સ્વાદના શોખીનો માટે જૂનાગઢ અને ગીર પંથકમાંથી ખાટા-મીઠા સમાચાર આવી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની સીઝન એક મહિનો મોડી શરૂ થશે, પરંતુ પ્રારંભિક તબક્કામાં જે પ્રકારે આંબા પર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. તેને જોતા એવું કહી શકાય કે આ વખતે કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ ખૂબ સારો આવી શકાય છે.

author img

By

Published : Feb 28, 2020, 5:12 PM IST

કેરીના શોખીનો માટે આ વર્ષે આવી શકે છે ખાટા-મીઠા સમાચાર, પાક એક મહિનો મોડો બજારમાં આવે તેવી શક્યતા
કેરીના શોખીનો માટે આ વર્ષે આવી શકે છે ખાટા-મીઠા સમાચાર, પાક એક મહિનો મોડો બજારમાં આવે તેવી શક્યતા

જૂનાગઢ : સ્વાદના શોખીનો અને ખાસ કરીને ગીરની કેરીની લહેજત માણવા માટે આખું વર્ષ રાહ જોઇને બેઠેલા કેરીના રસિકો માટે આ વર્ષે થોડા ખાટા-મીઠા સમાચાર આવી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ એક મહિનો જેટલું મોડું થયું છે. જેને લઇને કેરીનો પાક બજારમાં એક મહિનો મોડો આવે તેવી પણ શક્યતાઓ આંબાની ખેતી કરતા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક વિશેષ મળે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે.

ગત વર્ષે આંબા પર ફ્લાવરિંગ સમયસર થયું હતું અને તેનું પ્રમાણ પર ખૂબ જ હતું પણ જેમ જેમ સીઝન આગળ વધતી ગઈ તેમ તેમ ઋતુ પરિવર્તનને કારણે આંબા પર મોર ખરી પડયો હતો. જેને કારણે ખેડૂતોને ધારણા કરતાં ઓછી કેરીનું ઉત્પાદન થયું હતું, પરંતુ બજારભાવો સિઝન દરમિયાન જળવાઈ રહેતા ખેડૂતોને કોઈ મોટી ખોટ સહન કરવી પડી ન હતી. આ પક્ષીઓ પણ આંબાપર ફ્લાવરિંગ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ જેમ જેમ કેરીની સીઝન આગળ વધતી રહેશે તેમ તેમ વાતાવરણમાં કોઇ અચાનક અને અણધાર્યો પલટો નહીં આવે તો આ વર્ષે કેસર કેરીનું મબલખ ઉત્પાદન થશે અને કેરીના રસિકો આ વર્ષે ગીર અને જૂનાગઢ પંથકની કેરીનો સ્વાદ પેટ ભરીને માણશે એવું પણ ખેડૂતો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.