- નર્મદા કિનારાના સાધુ ઓમકારાનંદ સરસ્વતીની અદ્ભુત યોગ સાધના
- પગના અંગૂઠા પર સમગ્ર શરીરને યોગ સાધનાઓ દ્વારા કરે છે સંતુલિત
- ભવનાથ તળેટીમાં સ્વામી ઓમકારાનંદ સરસ્વતી કરી રહ્યા છે યોગની સાધના
જુનાગઢઃ જુનાગઢ ભવનાથ ગીરની તળેટી(Bhavnath taleti) ધર્મની સાથે યોગ સાધના માટે આદી અનાદી કાળથી ખૂબ જ પ્રસિદ્ધ જોવા મળે છે. અહીં યોગસાધનાને(Yoga Sadhana) લઈને કુદરતી વાતાવરણ ખૂબ જ અદ્ભુત સાબિત થાય છે. ધર્મની સાથે યોગની સાધના કરીને સાધુ સંન્યાસીઓ અલખને ઓટલે શિવને સમીપે જવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે નર્મદા કાંઠાના(Kevadia Narmada)કેવડિયા વિસ્તારના સાધુ ઓમકારાનંદ સરસ્વતી પણ હાલ ભવનાથની તળેટીમાં જોવા મળી રહ્યા છે. આ સાધુ ધર્મની સાથે યોગનો સુમેળ સાધીને ધર્મની સાથે શારીરિક સ્વાસ્થ અને મજબૂત મનોબળ સાથે પ્રત્યેક માનવી આગળ વધે તેવા આશય સાથે યોગ સાધના કરીને સૌ કોઈને યોગ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.
નર્મદા કિનારેથી શરૂ થયેલી યોગ સાધના આજે પણ અવિરત
સ્વામી ઓમકારાનંદ સરસ્વતીએ યોગસાધનાને લઈને ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હઠયોગમાં ખૂબ જ પારંગતતા પ્રાપ્ત કરવાને લઈને આજે પણ નિયમિત રીતે યોગ સાધના કરુ છું. યોગ સાધનાથી પ્રત્યેક વ્યક્તિ માનસિક સ્થિરતા(Mental stability from yoga) પ્રાપ્ત કરી શકે છે માનસિક રીતે અસ્થિર પ્રત્યેક વ્યક્તિનું શરીર નીરોગી(Body healthy) બને છે. યોગ કરનાર કોઇ પણ વ્યક્તિ સ્વસ્થ્ય જીવન(Healthy living) આયુષ્ય મેળવે છે પ્રાચીન પરંપરા મુજબ આપણા ઋષિ-મુનિઓ પણ માત્ર યોગને સહારે સ્વસ્થ અને નિરોગી જીવન જીવતા હતા તેવું આપણા પુરાણો અને ધર્મગ્રંથોમાં આજે પણ દ્રષ્ટાંત સાથે જોવા મળે છે.
આ ઉપરાંત ક્યારે સ્વામી ઓમકારાનંદ સરસ્વતી ભવનાથની ગીરની તળેટીમાં યોગ સાધના(Yoga bhavnathi Gir ni taleti) કરીને તેમની યોગ શક્તિને વધુ પ્રબળ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ લોકોને યોગ પ્રત્યે જાગૃત થવાની સૂચન પણ કરી રહ્યા છે
આ પણ વાંચોઃ પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત, બીગબીએ મોકલી નોટિસ
આ પણ વાંચોઃ ઠંડુ વાતાવરણ અને પ્રદૂષણ COPDના દર્દીઓના જોખમમાં કરે છે વધારો