કેરીની સીઝન શરૂ થતા જ જૂનાગઢ મનપા હરકતમાં આવી ગઈ છે. તાજેતરમાં રાજ્યની વડી અદાલત પણ કેરીને કાર્બાઇડ દ્વારા પકવીને વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેને ડામવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
જૂનાગઢ જિલ્લા કલેકટરના આદેશને લઈને મનપાના મદદનીશ કમિશનર પ્રફુલ કનેરિયાની ટીમ દ્વારા જૂનાગઢ શહેરમાં કેરીનો વેપાર કરતા વેપારીઓના ગોડાઉનમાં તપાસ કરીને અખાદ્ય અને કાર્બાઈડથી પકવેલી કેરીનો નાશ કરીને વેપારીઓને દંડ ફટકાર્યો હતો.