ETV Bharat / state

જૂનાગઢમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા અનઅધિકૃત જંતુનનાશક દવાના ઉત્પાદન-વેચાણમાં જનતા રેડ

પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા અને ખેડૂતો દ્વારા જૂનાગઢમાં જનતા રેડ કરી અમાન્ય દવાઓનું ઉત્પાદન થતું અટકાવ્યું હતું. આ ઉત્પાદન એકમો અનઅધિકૃત રીતે મગફળીમાં વાપરવામાં આવતી દવા અને કેમિકલનું ઉત્પાદન કરીને ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ
પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ
author img

By

Published : Aug 8, 2020, 4:34 PM IST

જૂનાગઢ: પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા અને ખેડૂતો દ્વારા જૂનાગઢના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં અમાન્ય રીતે દવાનું ઉત્પાદન અને વેચાણ કરતા શનિવારે જનતા રેડ કરી હતી. આ રેડ દરમિયાન શંકાસ્પદ જંતુનાદવાનો જથ્થો સ્થળ પર મળી આવ્યો હતો.

junagadh janta raid
પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ જનતા રેડ કરી
  • છેલ્લા ઘણા સમયથી આસપાસના ખેડૂતોને આ દવાને લઈને ખૂબ જ ફરિયાદો આવતી હતી
  • દવાનું ઉત્પાદન સ્થળ ક્યા વિસ્તારમાંથી થાય છે. તે બાબતે કોઈ નક્કર માહિતી મળતી ન હોવાને કારણે એક વર્ષ સુધી ખેડૂતો ચકરાવે ચઢ્યા
  • પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ જનતા રેડ કરી
  • કેટલાક શંકાસ્પદ અને અનઅધિકૃત રીતે પેકિંગ થઈ રહેલો કેમિકલનો જથ્થો મળી આવ્યો
  • અનઅધિકૃત રીતે મગફળીમાં વાપરવામાં આવતી દવા અને કેમિકલનું ઉત્પાદન કરીને ખેડૂતોને વેચાણ કરવામાં આવતું હતું

જૂનાગઢની ઔદ્યોગિક વસાહતમાં શનિવારે અમાન્ય અને મંજૂરી વગર દવાનું ઉત્પાદન અને તેના વેચાણ માટે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ ખેડૂતો સાથે જનતા રેડ કરતા અહીંથી અમાન્ય રીતે ઉત્પાદિત અને પેકિંગ થતો કેટલાંક કેમિકલ અને રસાયણનો જથ્થો પકડી પાડ્યો હતો.

junagadh janta raid
કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ જનતા રેડ કરી

છેલ્લા ઘણા સમયથી આસપાસના ખેડૂતોને આ દવાને લઈને ખૂબ જ ફરિયાદો આવી રહી હતી, પરંતુ દવાનું ઉત્પાદન સ્થળ ક્યા વિસ્તારમાંથી થાય છે. તે બાબતે કોઈ નક્કર માહિતી મળતી નહોતી જે કારણે એક વર્ષ સુધી ખેડૂતો ચકરાવે ચઢ્યા હતા.

junagadh janta raid
કેટલાક શંકાસ્પદ અને અનઅધિકૃત રીતે પેકિંગ થઈ રહેલો કેમિકલનો જથ્થો મળી આવ્યો

શનિવારે પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ જનતા રેડ કરી હતી. જેમાં કેટલાક શંકાસ્પદ અને અનઅધિકૃત રીતે પેકિંગ થઈ રહેલો કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. તેનું ઉત્પાદન કરવાની હજૂ સુધી એક પણ પ્રકારની મંજૂરી આ એકમને મળી નથી. તેમ છતાં તેઓ અનઅધિકૃત રીતે મગફળીમાં વાપરવામાં આવતી દવા અને કેમિકલનું ઉત્પાદન કરીને ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા.

જૂનાગઢઃ પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા અનઅધિકૃત જંતુનનાશક દવાના ઉત્પાદન-વેચાણમાં જનતા રેડ

સમગ્ર મામલાને લઈને હવે ખેતીવાડી વિભાગ દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે અને શંકાસ્પદ દવાના કેમિકલ ટેસ્ટિંગ કરવામાં આવે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોક્કસ થશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે, જે દવાનું ઉત્પાદન કરવાની મંજૂરી મળી નથી. આ દવાનું ઉત્પાદન કરવું પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનાહિત પ્રવૃતિ માનવામા આવે છે. ત્યારે જોવું એ રહ્યું કે, સરકાર દ્વારા અનઅધિકૃત રીતે દવાના ઉત્પાદન કરતા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.