જૂનાગઢ : આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધારણ સભા મળી હતી. શહેરના વિવિધ આયોજન સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ખાસ આયોજન ઉપર ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં જૂનાગઢના વિકાસના કામોની સાથે તાજેતરમાં જૂનાગઢ દ્વારા શહેરના આઠ જેટલા ધાર્મિક સ્થાનોને નોટિસ આપીને દબાણ દૂર કરવાને લઈને રીતે મામલો ખૂબ જ ગંભીર બન્યો હતો. કેટલાક ઉપદ્રવીઓએ પોલીસ પર હુમલો કરવા સુધીની હિચકારી ઘટનાને અંજામ આપી દીધો હતો તે સમગ્ર મામલાની ચર્ચા પણ આજે જનરલ બોર્ડમાં કરવામાં આવી હતી.
ધાર્મિક સ્થળોના ડિમોલેશનનો મુદ્દો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે નોટિસ પાઠવવામાં આવી છે, તેને લઈને વિપક્ષી કોર્પોરેટરોએ રજૂઆત કરી કે જૂનાગઢ શહેરની શાંતિને જે લાંછન લાગ્યું છે. તેને રોકવા માટે તમામ ધર્મના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને જ્ઞાતિ સમાજના અગ્રણીઓને સાથે રાખીને વર્તમાન સમયમાં દબાણ દૂર કરવાની લઈને રાજકીયની સાથે ધાર્મિક અને ચોક્કસ ધર્મને આધારિત પણ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તમામ ધર્મના લોકો રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ સાથે મળીને સમગ્ર મામલામાં કોઈ હકારાત્મક અને શહેરની શાંતિ અને ભાઈચારાને જરા પણ નુકસાન ન થાય તે પ્રમાણે અંતિમ અને યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માગણી કરી હતી.
જૂનાગઢની નગરી સંતોની નગરી છે. ઇતિહાસમાં ક્યારેય પણ જૂનાગઢ શહેરમાં કોમી તોફાન થયા નથી. પરંતુ ધાર્મિક જગ્યાને દૂર કરવાને લઈને જે તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કર્યો છે તેને જૂનાગઢ શહેરનો સમગ્ર મુસ્લિમ સમાજ ધિક્કારે છે. આવા તોફાની તત્વોને ઝેર કરવા જોઈએ...રજાક હાલા વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર
જૂનાગઢ મનપા દ્વારા કાર્યવાહી વધુમાં તેમણે કહ્યું છે કે જે રીતે હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલાનો ધર્મની મર્યાદામાં અને જૂનાગઢ શહેરની શાંતિ અને ભાઈચારાને પ્રાથમિકતા આપીને પણ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે. આ પ્રકારના અસામાજિક તત્વોને કે જેઓ ધર્મના નામે ધીંગાણું કરી રહ્યા છે. તેઓ પાછા પડશે અને સાથે સાથે જૂનાગઢની શાંતિ અને ભાઈચારાને પણ એક નવી દિશા મળશે. માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિપક્ષના તમામ કોર્પોરેટરોની સાથે શહેરના અગ્રણીઓ ધારાસભ્યો સંસદ સભ્યો સંતોમહંતો તમામ સાથે મળીને સમગ્ર મામલામાં કોઈ અંતિમ અને હકારાત્મક નિર્ણય કરવામાં આવે તેવી માગણી કરી હતી.