જૂનાગઢઃ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે કોંગ્રેસમાંથી ( Hardik Patel resignation)રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષીએ હાર્દિક પટેલના રાજીનામાને તેના રાજકીય જીવનની સૌથી મોટી હાર ગણાવી હતી અને હાર્દિકે કરેલા નિર્ણયને આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાછલા કેટલાય સમયથી કોંગ્રેસથી સતત નારાજ જોવા મળતા હાર્દિક પટેલે આજે અચાનક સોશયલ મીડિયા મારફતે કોંગ્રેસના તમામ હોદ્દાઓ અને પક્ષના સક્રિય કાર્યકર પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ International Museum Day: જૂનાગઢ મ્યુઝિયમ જે પ્રાગના ઐતિહાસિક નવાબોના વારસાને શણગારે છે
હાર્દિકે પટેલનું રાજીનામું - હાર્દિકે અચાનક રાજીનામાની જાહેર થતા (Hardik Patel resigns from Congress )જૂનાગઢના ધારાસભ્ય અને કોંગ્રેસના સીનિયર નેતા ભીખાભાઈ જોશીએ (Junagadh District Congress)હાર્દિક પટેલના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલના રાજકી જીવનની આ સૌથી મોટી હાર છે. કોંગ્રેસે હાર્દિક પટેલને સામાન્ય કાર્યકરમાંથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ પહોંચાડ્યો છે. આવી પરિસ્થિતિમાં હાર્દિક પટેલની રાજકીય મહત્વકાંક્ષાએ તેનો રાજકીય ભોગ લીધો હોવાનો ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું ખૂબ નાની ઉંમરે કોંગ્રેસે હાર્દિક પટેલને જે માન સન્માન અને હોદ્દાઓ આપ્યા હતા તેને હાર્દિક પટેલ પચાવવામાં ઉણો ઉતર્યો છે તેવું પણ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી માની રહ્યા છે.
આ પણ વાંચોઃ હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"
સ્ટાર પ્રચારકની ભૂમિકામાં હતો હાર્દિક પટેલ - પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવ્યા પછી હાર્દિક પટેલ રાજકીય નેતા બની ગયા બાદ કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. કોંગ્રેસે હાર્દિક પટેલને પક્ષના સ્ટાર પ્રચારક તરીકે પણ જવાબદારીઓ સોંપી હતી જેમાં સોનિયા રાહુલ અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થતો હતો. સ્ટાર પ્રચારક બનાવ્યા પછી પણ હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષની વિચારધારાને પક્ષની આંતરિક લોકશાહીને નુકસાન પહોંચે તે પ્રકારના નિવેદનો માધ્યમો અને સોશયલ મીડિયા મારફત સતત કરતો હતો તેમ છતાં કોંગ્રેસે હાર્દિક પટેલને સમય રહેતા સુધરી જવાની તક પણ પૂરી પાડી હતી. પરંતુ હાર્દિક પટેલનું વલણ કોંગ્રેસ વિરોધી જોવા મળતાં અંતે કોંગ્રેસના નેતાઓએ પણ હાર્દિક પટેલની વાતને લઈને નિવેદનો આપવાનું બંધ કર્યું હતું ત્યારે આજે હાર્દિક પટેલે પક્ષના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ સ્વીકારી પણ રહ્યા છે.