ETV Bharat / state

જૂનાગઢ : બેસવાના સરકારી બાકડાની ચોરીની ફરિયાદ નોંધાવા પહોંચ્યા કેબિનેટ પ્રધાન - સરકારી બાકડા

જૂનાગઢ : માણાવદર શહેરમાં વિવિધ સ્થળો પર લોકોને બેસવાની સુવિધા માટે બાકડા મૂકવામાં આવ્યા છે. આ બાકડા ચોરાઇ ગયા હોવાની ફરિયાદ માણાવદર પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે. આ બાકડા સાંસદ અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને જાહેર સ્થળોએ બેસવા માટે મૂકવામાં આવે છે.

Junagadh
Junagadh
author img

By

Published : Nov 8, 2020, 10:35 PM IST

  • લોકોને બેસવાની સુવિધાના બાકડા ચોરાયાની ફરિયાદ
  • જવાહર ચાવડાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • જૂનાગઢ SPએ આ બાબતે જવાબ આપવો જોઈએ

જૂનાગઢ: માણાવદરના પટેલ ચોક વિસ્તારમાં ધારાસભાની ગ્રાન્ટમાંથી લોકોને બેસવાની સુવિધા માટે જાહેરમાં બાંકડાઓ મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ બાંકડા ચોરાઇ ગયાની ફરિયાદ માણાવદર પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પ્રથમ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હતી. જે બાદ કેબીનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડાએ ફોન કરવ છતા પણ ફરિયાદ નહીં લેવાતા આખરે જવાહર ચાવડા માણાવદર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી

બેસવાના સરકારી બાકડાની ચોરીની ફરિયાદ નોંધાવા કેબિનેટ પ્રધાનને આવવું પડ્યું જાણો કારણ...

કેબિનેટ પ્રધાને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા

રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ શનિવારની રાત્રે તેમની ગ્રાન્ટના બાકડાની ચોરીના કેસમાં જૂનાગઢ SP અને પોલીસ પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારમાં વર્તમાન કેબિનેટ પ્રધાને જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

બાકડા ભરેલું ટ્રેકટર ભરેલુ હોવા છતા પણ ફરિયાદ ન લેતા અનેક તર્ક વિતર્ક

શનિવારની રાત્રે માણાવદર ખાતે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની ગ્રાન્ટના બાકડાઓ ભરેલા ટ્રેકટરને ભાજપના કાર્યકરોએ ઝડપી અને પોલીસ સ્ટેશને રજૂ કરવા છતાં પણ માણાવદર પોલીસ આ અંગે ફરિયાદ નોંધવા તૈયાર ન હતી. ત્યારે જવાહર ચાવડાએ જાતે ફોન કરવા છતા પણ ફરિયાદ ન નોંધાતા પ્રધાન જવાહર ચાવડા મોડી રાત્રે જાતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ સાથે જવાહર ચાવડાએ પોલીસને ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યું હતું. સરકારની સંપત્તિની ચોરીની ફરિયાદમાં પોલીસે બેદરકારી દાખવી અને આરોપીઓને જવા દીધા હોવાનો આક્ષેપ જવાહર ચાવડાએ કર્યો હતો. જૂનાગઢ SPએ આ બાબતે જવાબ આપવો જોઈએ, તેવું જવાહર ચાવડાએ જણાવ્યું હતું.

આ બાકડા માણાવદરમાંથી ચોરાયા હોવાની ફરિયાદ માત્ર રાજકીય સ્ટંટ?

માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, પટેલ સમાજની વાડીનું બાંધકામ શરૂ કરવામાં આવતા, આ બાંકડાને નુકસાની ન થાય તેવા કારણોથી બાકડાઓને અન્ય જગ્યાએ મૂકતા રાજકીય વેરભાવથી આ ફરિયાદ જવાહર ચાવડાએ દાખલ કરાવી હોવાની વાત કરી હતી. આ બાકડા બાબતે બન્ને રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે, પરંતુ સત્ય શું છે એ તો સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.