જૂનાગઢ: ગિરનાર રોપ-વે અંતિમ ચરણમાં હોવાના કારણે બેરોજગાર બનેલા ડોળી વાહકોના લાભાર્થે દુકાનોનું ખાત મુહૂર્ત કરાયું હતુ.
ગિરનાર રોપ-વે તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વર્ષોથી ગિરનાર સીડી પર ડોળી ચલાવીને જીવન નિર્વાહ કરતા 104 જેટલા પરિવારોને રોજગારી મળી રહે તે માટે શનિવારના રોજ તેમના લાભાર્થે દુકાનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગિરનાર રોપ-વે અંતિમ ચરણમાં, ડોળી ચાલકોના હિત માટે દુકાનો કરાયું ખાત મુહૂર્ત રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં ભવનાથ મુકામે ડોળી ચાલકોના 104 પરિવારોને રોજગારી મળી રહે તેવા હેતુ સાથે 104 દુકાનોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે આગામી બે વર્ષમાં આ દુકાનો બનીને તૈયાર થઇ જશે ત્યારબાદ બેરોજગાર બનેલા ડોળી ચાલકો તેમનું જીવન નિર્વાહ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગિરનાર રોપ-વે અંતિમ ચરણમાં, ડોળી ચાલકોના હિત માટે દુકાનોનું ખાત મુહૂર્ત કરાયું ગિરનાર પર્વત પર રોપવેનું કામ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષોથી ગિરનારની સીડી પર ડોળી ચલાવીને જીવન નિર્વાહ કરતા 104 જેટલા પરિવારો બેરોજગાર બનવાની ખતરો ઉભો થયો હતો, ત્યારે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તેમની મુશ્કેલીને દૂર કરવાના ભાગરૂપે શનિવારના રોજ ભવનાથ વિસ્તારમાં 104 જેટલી દુકાનોનુ ખાતમુહૂર્ત કરીને બેરોજગાર બનવા જઇ રહેલા ડોળી ચાલકોના પરિવારોને આપવાનું આયોજન રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા થઈ રહ્યું છે. જેનું શનિવારના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.