ETV Bharat / state

જૂનાગઢમાં હનીટ્રેપ કિસ્સો આવ્યો સામે, પોલીસે યુવતીની શોધખોળ કરી શરુ

જૂનાગઢઃ સોશિયલ મીડિયા મારફતે અમદાવાદના યુવકને મિત્ર બનાવી ખંડણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ અમરેલીના અને હાલ અમદાવાદ રહેતા એક યુવકને જૂનાગઢની યુવતીએ બોલાવી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં એક યુવતી અને અન્ય બે યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આ ત્રણેય મિત્રો ફરાર થઇ જતા જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Sep 18, 2019, 12:22 PM IST

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહેતો યુવાન અને જૂનાગઢની એક યુવતી ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મેસેજનું અદાન-પ્રદાન થઇ રહ્યું હતું. તે દરમિયાન આરોપી યુવતીએ યુવકને જૂનાગઢ પોતાના ઘરે બોલાવીને રૂમમાં 6 કલાક કરતા વધુ સમય માટે ગોંધી રાખ્યો હતો. આ ઘટનામાં યુવતીના અન્ય બે પુરુષ સાથીઓ દ્વારા યુવકને માર મારીને 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જો રૂપિયા નહી આપે તો, તેની સામે જાતીય દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

જૂનાગઢમાં હનીટ્રેપ કેસમાં અમદાવાદના યુવકને ફસાવ્યો

જેમાં ફરિયાદી યુવક દ્વારા રૂપિયાની કોઈ વ્યયસ્થા ન થતાં અંતે યુવક પાસે રહેલું આધાર કાર્ડ અને ATM કાર્ડ લઈને તેના યુકેના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવાની શરતે મુક્ત કર્યો હતો. બાદમાં યુવકે અમરેલી તેના સબંધીને ત્યાં જઈ સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા યુવકે યુવતી સામે પોલીસ ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસ દ્વારા આરોપી યુવતીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:ફેસબુક ફ્રેન્ડે યુવકને ફસાવવાની જાળ બિછાવી પરંતુ યુવકની સજાગતાને કારણે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું Body:સોસીયલ મીડિયાના મારફતે વિજાતીય લોકો સાથે સંપર્કમાં આવીને રૂપિયા ખંખેરવાનો કિસ્સો જૂનાગઢમાં આવ્યો સામે મૂળ અમરેલીના અને હાલ અમદાવાદ રહેતા એક યુવકને જૂનાગઢ બોલાવીને તેમને દુસ્કર્મના આરોપમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવતી એક યુવતી અને અન્ય બે યુવકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવતા આરોપી યુવતી અને તેના બે પુરુષ મિત્રો ફરાર થઇ જતા જૂનાગઢ પોલીસે યુવકની ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરી છે

સોસીયલ મીડિયાના મારફતે સસ્ત્તી જાત્રા અને મફતની મજા લેવા માગતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવક સાથે પ્રથમ ફેસબુક પર મિત્રતા કેળવીને તેને ફસાવવાનો પ્લાંન બનાવ્યો હતો પણ મૂળ અમરેલીના અને અમદાવાદમાં રહીને સેલસમેનનો વ્યવસાય કરતા ફરિયાદી યુવાનની સમય સુચકતા અને પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાની જાણ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ખુલ્લું થયું હતું

છેલા કેટલાક સમયથી અમદાવાદમાં રહેતા યુવાન જૂનાગઢની એક યુવતી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ બન્ને વચ્ચે સુચનાનું આદાન પ્રદાન થઇ રહ્યું હતું તે દરમિયાન આરોપી યુવતી દ્વારા યુવકને જૂનાગઢ આવવા માટે નિમંત્ર આપ્યું હતું જેનો ફરિયાદી યુવક દ્વારા સ્વીકાર કરીને બે દિવસ પહેલા જૂનાગઢ આવ્યો હતો ત્યારે યુવતીનો ટેલિફોનિક સંપર્ક કરતા યુવતીએ યુવકને તેમના ઘરે બોલાવીને તેને રૂમમાં 6 કલાક કરતા વધુ સમય માટે ગોંધી રાખીને યુવતીના અન્ય બે પુરુષ સાથીઓ દ્વારા યુવકને માર મારીને 2 લાખ રૂપિયાની માગ કરી હતી અને રૂપિયા નહિ આપવાની સ્થિતિમાં તેની સામે જાતીય દુસ્કર્મ ની ફરિયાદ કરવાની ધમકી આપી હતી

પરંતુ ફરિયાદી યુવક દ્વારા રૂપિયાની કોઈ વ્યસ્થાઓ કરવામાં નહિ આવતા અંતે યુવક પાસે રહેલું તેનું આધાર કાર્ડ એટીએમ કાર્ડ લઈને યુકેને તેના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવાની શરતે મુક્ત કર્યો હતો ત્યાર બાદ યુવક અમરેલી તેના સબન્ધીને ત્યાં જઈને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા યુવકે યુવતી સામે પોલીસ ફરિયાદ કરતા બી ડીવીજન પોલીસ દ્વારા આરોપી યુવતીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

સોસીયલ મીડિયાના વધતા જતા વ્યાપની વચ્ચે અને તેને લગતા ગુન્હાઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લઈને સૌ કોઈ ચિંતિત છે ત્યારે આવાજ એક કિસ્સામાં યુવકની સમય સુચકતા અને તેને ફસાવવામાં આવી રહ્યો છે તેની પ્રતીતિ થતા યુવક લુંટાતા બચી ગયો છે પરંતુ આવા કેટલાય કિસાનો બની રહયા છે જેમાં અનેક યુવક અને યુવતીઓ ફસાઈ રહયા છે પરંતુ સમાજમાં પ્રતિસ્થા ના ખરડાય તેને લઈને પોલીસ ફરિયાદ કરતા નથી જેને લઈને આવા અનેક ગુન્હાઓ સામે આવતા નથી સોસીયલ મીડિયાના રૂપકડાં નામ નીચે અનેક યુવાઓ ફસાઈને લૂંટાઈ રહયા છે ત્યારે સૌ કોઈ સોસીયલ મીડિયાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરે તો આવા તત્વોને ખુલ્લા પાડી શકવામાં મદદ મળી શકે તેમ છે

બાઈટ - 01 પ્રદીપસિંહ જાડેજા Dysp જૂનાગઢ

બાઈટ - 02 પંકજ પાનસુરીયા ફરિયાદી યુવક અમદાવાદ Conclusion:સોસીયલ મીડિયાના મારફતે ગેર માર્ગે દોરાતા સૌ કોઈ માટે લાલ બત્તી સમાન કિસ્સો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.